PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, હાર અને જીત જીવનનો એક ભાગ

ખેલ-જગત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ન્યૂઝીલેન્ડે ભારતને ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમવામાં આવેલી સેમિફાઇનલ મેચમાં 18 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે સાથે જ ભારતની વિશ્વકપમાં સફરનો અંત આવ્યો છે. ટીમ ઇન્ડિયાની મેચ હારવા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમના શાનદાર પ્રદર્શન બદલ તેમને શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, હાર-જીત એ એક જીવનનો ભાગ છે, અમે ભારતીય ટીમને ભવિષ્યમાં ખૂબ જ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. વડાપ્રધાન મોદીએ આગળ લખ્યું, મેચનું પરિણામ ભલે નિરાશાજનક રહ્યું પરંતુ ટીમ ઇન્ડિયા સામે મેચ છેલ્લે સુધી શાનદાર રહેશે. ભારતે આખી ટૂર્નામેંટમાં સારી બોલિંગ અને બેટિંગ કરી જેથી અમને ભારતીય ટીમ પર ગર્વ છે.