રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આમ છતાં સમગ્ર રાજ્યમાં છૂટથી જ્યારે જોઇએ ત્યારે કોઈ પણ સ્થળે ખૂબ જ સરળતાથી દારુ મળી રહેતો હોય છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા દેશી અને વિદેશી દારૂના સંદર્ભમાં વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં ક્યાં જિલ્લા માંથી કેટલો દારૂ પકડાયો અને સરકારે શું કાર્યવાહી કરી તેની માહિતી મંગાઈ હતી.
સરકાર દ્વારા અપાયેલા લેખિત જવાબમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન દેશી અને વિદેશી દારૂના ફુલ એક લાખ 32 હજાર થી વધુ કેસ દેશી દારૂના થયા છે જ્યારે વિદેશીદારૂના 29,889 કેસ થયા છે. આમ દેશીદારૂના રોજના 181 કેસ અને વિદેશી દરરોજના 41 કેસ થઈ રહ્યા છે.
છેલ્લા 6 મહિનાથી 1,105 આરોપીઓ ભાગેડુ છે. આ જ રીતે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ભાગેડુ હોય તેવા આરોપીઓની સંખ્યા 76ની છે.

