કુલભૂષણ જાધવ મામલે ભારતની મોટી જીત, ICJએ ફાંસી પર રોક લગાવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નેધરલેન્ડના હેગમાં સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(ICJ)માં આજે પાકિસ્તાનમાં બંધ ભારતના કુલભૂષણ જાધવ મામલે સુનવણી થઇ. ICJમાં ભારતની મોટી જીત થઇ છે. ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે. સાથે જ જાધવને કાઉસલર એક્સેસની સુવિધા મળશે. કોર્ટે 15-1થી ભારતની તરફેણમાં નિર્ણય સંભળાવ્યો. ICJના લીગલ એડવાઇઝરે ટ્વીટ કરી કહ્યું કે, જાધવને કાઉન્સલર એક્સેસ મળશે. કોર્ટે નિર્ણય પર પુનર્વિચાર માટે કહ્યું છે.

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)માં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ મામલે બુધવારે સાંજે પોતાનો નિર્ણય સંભળાવશે. કેસની સુનવણી 6.30 વાગ્યે શરૂ થવાની શક્યતા છે અને 8.30 વાગ્યા આસપાસ નિર્ણય આવી શકે છે. જ્યારે ઇન્ડિયન એમ્બેસીની ટીમ ICJ પહોંચી ચૂકી છે.

નોંધનીય છે કે, પાકિસ્તાનની એક સૈન્ય કોર્ટ જાસૂસીના આરોપમાં જાધવને ફાંસીની સજા સંભળાવી ચૂકી છે, જેને ભારતે પાયાવિહોણો ગણાવ્યો છે. ભારતે ICJ પાસે પાકિસ્તાન સરકારને સેન્ય કોર્ટના આદેશને રદ્દ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી અને આવું નહી કરવા પર આંતરરાષ્ટ્રીય કાનુન અને સમજૂતીના અધિકારોનું ઉલ્લંઘન કરવાના કારણે ICJ દ્વારા આ આદેશને ગેરકાયદે જાહેર કરવાની માંગ કરી.