10 દિવસ પહેલા વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે માત્ર 85 રનમાં ઓલઆઉટ

ખેલ-જગત મુખ્ય સમાચાર

આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં લોર્ડ્સ ખાતે પ્રથમ દિવસે ઇંગ્લેન્ડની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ તેમની શરૂઆત સારી ન રહી હતી. જેસન રોય ડેબ્યુ પર 5 રનમાં આઉટ થયો હતો. તેના પછી જોઈ ડેનલી અને રોરી બર્નસે બીજી વિકેટ માટે 28 રનની ભાગીદારી કરી હતી. જોકે 36 રને બીજી વિકેટ ગુમાવ્યા પછી ઇંગ્લેન્ડનો ધબડકો થયો હતો. અને 7 રનના સ્કોરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. 43 રનમાં 7 વિકેટ. તે પછી સેમ કરને 18 અને ઓલી સ્ટોને 19 કરીને ટીમનો સ્કોર 85 સુધી પહોંચાડ્યો હતો. આયર્લેન્ડ માટે ટિમ મુરતગે 5 વિકેટ, માર્ક એડેરે 3 વિકેટ અને બોય્ડ રેંકીંએ 2 વિકેટ લીધી હતી.