છેલ્લા કેટલાક સમયથી લોકો ઉપચારની જુદી જુદી પધ્ધતી અપનાવા લાગ્યા છે,ખાસ કરીને જડ બીમારીઓને માટે લોકો જાત જાતના પ્રયોગો કરતા હોય છે.પરંતુ તમને જણાવી દઇએ કે એવા કેટલાક હેલ્દી ફુડ છે જેને ખાવાથી અનેક ફાયદા થાઇ છે એવુ જ એક હેલ્ધી ફુડ ચીયા સીડ. ચીયા સીડ્સએ એક હેલ્ધી બીજ છે. જે આ બીજ પણ હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે.
આ બીજ હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસબધામાં ખુબ રાહત આપે છે.બીજી તરફ જે લોકો વજન તારવાની કોશીશ કરે છે તેવા લોકો માટે આ બીજ વરદાન સમાન છે. રોજ દિવસમાં એક ચમચી કોઈ પણ એક પ્રકારનાં બીજને ડાયટમાં સામેલ કરવાં જ જોઈએ, સાથે-સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનું પ્રમાણ એક ચમચીથી વધુ ન થાય.
કઈ રીતે ખાશો ચિયા સીડ ?
આ બીજ હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. વેજિટેબલ જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો. સ્મૂધી કે શેકમાં પણ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો.
ચિયા સીડના ફાયદા :
ચિયા સીડ સલાડમાં ખાવામાં આવે છે તેને ખાવાથી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ચિયા બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે. ચિયા બીજ એન્ટીએજિંગ માટે ઉપયોગી છે. કેન્સર સામે રક્ષણ કરે છે. તેમાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે. એમાંથી પાલક કરતાં પણ વધુ આયર્ન અને સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળે છે. તે ગ્લુટેન-ફ્રી છે જેથી ડાઈજેશન માટે બેસ્ટ છે.
ચિયા સીડ્સમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેથી તે ફ્રી રેડિકલ્સને કારણે થતાં સેલ્સ ડેમેજને રોકે છે. ચિયા સીડ્સમાં પ્રોટીન અને એમિનો એસિડ્સ હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે અને ક્રેવિંગને રોકે છે. ચિયા સીડ્સમાં ફાયબર, પ્રોટીન અને ઓમેગા-3 હોવાથી તે હાર્ટ ડિસીઝના ખતરાને પણ દૂર કરે છે.
ચિયા સીડના ગુણો :
આ બીજમાં ઓમેગા-3 ,ફેટી એસીડ,ફાઇબર,પ્રોટીન,એન્ટીઓક્સીડેંટ અને કેલ્શિયમથી ભરપુર હોય છે.અને આજ કારણથી ચીયા સીડ્સને સુપરફુડ કહેવામાં આવે છે.
શું છે ચિયા સીડ :
ચિયા સીડ વિશે ઘણી ખોટી માન્યતાઓ છે ઘણા લોકોનું માનવુ છે કે ચિયા સીડ તુલસીના બીજ કે તકમરીયા છે, પરંતુ આ માન્યતા ખોટી છે.ચિયાસીડનુ વૈજ્ઞાનીક નામ સાલ્વિયા હર્પેનિકા (Salvia hispanica) છે.આ બીજ ભારતમાં મળતા નથી પરંતુ તેને મેક્સીકોથી ચીન આયાત કરવામાં આવે છે. આ બીજ મુખ્યત્વે કાળા અને સફેદ બે કલરમા જોવા મળે છે.

