ચાહકોએ થરૂરને ‘શેક્સપિયર’ બનાવ્યા, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરનો એક રસ્પરદ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં તે શેક્સપિયરના અવતરામાં જોવા મળે છે. હકીકતમાં શશિ થરૂરની ભાષાકીય કુશળતાથી પ્રભાવિત થઈ કોઈએ તેમને શેક્સપિયરનો અવતાર જાહેર કરી દીધા છે.

શશિ થરૂરે પોતે આ તસવીર તેમના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, જેણે પણ આ કર્યું છે તેનો આભાર અને તેની આ કળાને હું સલામ કરૂં છું. જોકે હું આ સરખામણીને યોગ્ય નથી. તસવીર શેર કરાયા પછી 10 હજાર લોકોએ તે લાઈક કરી છે અને 800થી વધુ લોકોએ રીટ્વીટ કરી છે.

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના મહાન કવિ અને નાટયકાર હતા. શશિ થરૂરની ટ્વીટ અનેક વખત સોશિયલ મીડિયા યુઝર્સને ડિક્શનરી જોવા માટે મજબૂર કરે છે. કેરળના થિરૂવનંતપુરમમાંથી ત્રણ વખત સાંસદ રહેલા થરૂર તેમની સેન્સ ઓફ હ્યુમર માટે ઓળખાય છે.

ગયા વર્ષે તેમણે ટ્વીટર પર તેઓ જે અભદ્ર ભાષાનો સામનો કરે છે તેનો ઉલ્લેખ કરતાં તેમને ટ્રોલ કરનારાઓને ‘લાલોચેઝિયા’ તરીકે ઓળખાવ્યા હતા, એટલે કે તણાવ અથવા પીડા દૂર કરવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર. તેમણે તેમની ટ્વીટમં ‘લાલોચેઝિયા’ શબ્દની વ્યાખ્યા પણ જણાવી હતી.