નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, ગોરા બ્રિજ કરાયો બંધ

ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 3 લાખથી વધુ કયુસેક પાણીની આવક થતા ડેમ 133.05 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેને કારણે નર્મદા બંધના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. RBPH અને CHPH ના પાવર હાઉસ ચાલુ છે. હાલમાં ડેમમાં 3570 MCM લાઈવ સ્ટોરજ પાણીનો જથ્થો છે. ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે કેવડિયાનો ગોરા બ્રિજ બંધ કરાયો છે. નર્મદા ડેમનો નજારો જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.