યુનિફોર્મમાં IPS અધિકારીએ CM મમતા બેનરજીને પગે લાગીને પોલીસનું સન્માન હણી નાખ્યું

મુખ્ય સમાચાર રાજકીય

પ.બંગાળના દીઘાથી એક વિવાદાસ્પદ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક IPS અધિકારી યુનિફોર્મમાં મુખ્યમંત્રી બેનર્જીને પગે લાગે છે. બંગાળના CM એક પછી એક IPS ઓફિસરને કેક ખવડાવતાં હતાં. અહીં પશ્ચિમ રેન્જના IG રાજીવ મિશ્રાને મમતાએ કેક ખવડાવી કે તરત ત્યાં બેસેલા મમતા બેનર્જીને તેઓ પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ સમયે રાજીવ ડ્યૂટી પર હતા અને તેમણે યુનિફોર્મ પણ પહેરેલો હતો. પોલીસ અધિકારીએ યુનિફોર્મમાં આ રીતે મુખ્યમંત્રીને પગે લાગતા પોલીસની ગરિમાના લીરેલીરાં ઉડાવી દીધા હતા.