હોંગકોંગમાં હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના વ્હાઇટ યુનિફોર્મની સાથે ગેસ માસ્ક, ગોગલ્સ અને મજબૂત ટોપીઓ સાથે લોકશાહીના સમર્થનમાં ચાલી રહેલા દેખાવોમાં જોડાયા હતાં.
ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકશાહીના સમર્થનમાં દેખાવો ચાલી રહ્યાં છે. દેખાવકારો લોકશાહી અને પોલીસ વર્તણૂકની તપાસ કરવાની ંમાગ કરી રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં ઉનાળા વેકેશન પછી આજે શાળાઓ શરૂ થઇ તી.
આજે ચાઇનીઝ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ દેખાવોમાં જોડાયા હતાં. શાળાના વિદ્યાર્થીઓ પણ પોતાના વર્ગો છોડીને બેનરો સાથે રેલીમાં જોડાયા હતાં. આ બેનરમાં લખ્યું હતું કે ભવિષ્ય જ સારૂં ન હોય તો પછી વર્ગમાં જવાની કોઇ જરૂર નથી.
હોંગકોંગના શિક્ષણ સચિવ કેવિન યેંગે જણાવ્યું છે કે મને આશા છે વિદ્યાર્થીઓ વર્ગમાં ભણશે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજકીય માગો પૂર્ણ કરવા માટે શાળાઓનો ઉપયોગ થવો જોઇએે નહીં.
દેખાવકારો માગ કરી રહ્યાં છે કે ધરપકડ કરાયેલા દેખાવકારો વિરૂદ્ધ મૂકવામાં આવલા આરોપો દૂર કરવામાં આવે અને હોંગકોંગના રહેવાસીઓને ટ્રાયલ માટે ચીન મોકલવાની જોગવાઇ ધરાવતું બિલ પરત ખેંચવાની માગ કરી રહ્યાં છે.
હોંગકોંગના રહેવાસીઓના જણાવ્યા અનુસાર 1997માં જ્યારે બ્રિટને જ્યારે હોંગકોંગને ચીનને સોંપ્યું ત્યારે ચીને હોંગકોંગના રહેવાસીઓને કેટલા વચનો આપ્યા હતાં તે વચનો હવે ચીનની સરકાર તોડી રહી છે.
આજે દેખાવકારો પણ ટ્રેન સેવા રોકવાના પ્રયત્નો કર્યા હતાં. આ અગાઉ પણ રવિવારના દિવસે એમટીઆર કોર્પોરેશને ટ્રેન સેવા બંધ રાખી હતી. ઉલ્લેખનીય છે કે દેખાવકારોએ પ્રિન્સ એડવર્ડ સ્ટેશન પર દેખાવકારોએ ટિકિટ મશીનને તોડી પાડયું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ અને દેખાવકારો વચ્ચ હિંસક અથડામણ જોવા મળી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર દેખાવકારો પોલીસ પર પેટ્રોલ બોંબ અને પથ્થરો ફેંકી રહી છે. તેના જવાબમાં પોલીસ પોલીસ દેખાવકારોને વિખેરવા માટે વોટર કેનન, ટિયર ગેસ, રબર બુલેટ અને બેટેનનો ઉપયોગ કરી રહી છે.
આ દરમિયાન હોૅગકોંગની ચીફ એક્ઝિકયૂટીવ કેરી લામે જણાવ્યું છે કે મંત્રણા ત્યારે જ શરૂ કરવામાં આવશે જ્યારે દેખાવો સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. વહીવટી સચિવ મેથ્યુ ચિયુન્ગ કીન ચુંગે પણ જણાવ્યું છે કે અમે ઘણી વખત જણાવી ચૂક્યા છીએ કે જ્યાં સુધી હિંસા સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી કોઇ પણ સંજોગોમાં મંત્રણા શરૂ કરવામાં આવશે નહીં.

