સંજય લીલા ભણશાલી અને સલમાન ખાન વચ્ચે ‘ઇન્શાલ્લાહ’ ફિલ્મ વિવાદમાં સપડાઈ ે છે. મોટાભાગે આ ફિલ્મ અભરાઇએ ચડી ગઇ છે. આમ થયાનું સૌથી વધુ નુકસાન આલિયા ભટ્ટેને ભોગવવું પડયું છે.
” આલિયા સલમાન અને ભણશાલી સાથે કામ કરવા માટે ઉત્સાહિત હતી. પરંતુ હવે આ પ્રોજેક્ટ બંધ થવાથી તે અપસેટ થઇ ગઇ છે. ‘ઇન્શાલ્લાહ’માં કામ કરવા માટે આલિયાએ ઘણા પ્રોજેક્ટ છોડી દીધા હતા. જેમાં આમિર ખાન સાથેની ફિલ્મ પણ હતી. આમિર ખાન સાથેની ફિલ્મ માટે આલિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આલિયાને સલમાન અને ભણશાલી સાથે કામ કરવામાં વધુ રસ હતો તેથી તેણે આમિરની ફિલ્મને રિજેક્ટ કરી હતી. પરંતુ હવે આ પ્રોજેક્ટ બંધ પડવાથી દુઃખી થઇ ગઇ છે,” તેમ મીડિયા રિપોર્સમાં જણાવાયું હતું.
આલિયાની બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘બ્રહાસ્ત્ર’ ની રીલિઝતારીખ પણ લંબાઇ ગઇ છે. આ ફિલ્મ જે ૨૦૧૯ના ડિસેમ્બરમાં રીલિઝ થવાની હતી તે હવે લંબાઈ ગઈ છે.

