ઈસરોના ચેરમેનને ગળે લગાવી મોદીએ કાનમાં કહી હતી આ ખાસ વાત

મુખ્ય સમાચાર રાજકીય

ઈસરોનાં અધ્યક્ષ ડૉ. કૈલાસાવાદિવૂ સિવન એટલેકે કે.સિવન સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યુ હતુ કે, જ્યારે વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો ત્યારે તે ભાવુક સમયે પીએમ મોદીએ સિવનને સાંત્વના આપીને કાનમાં શું કહ્યુ હતુ. તેના વિશે એક અંગ્રેજી સમાચાર પત્રએ સિવન સાથે સવાલ જવાબો કર્યા હતા. જેમાં ચંદ્રની સપાટી પર લેન્ડર મળવાના વિષે સિવને કહ્યુહતુકે, અમે તેની સાથે સંપર્ક કરવામાં સક્ષમ રહ્યા નથી અને તેને શોધી લીધું છે બસ એટલું જ છે. સૌથી મોટો સવાલ કે ચંદ્રની સપાટી પર લેન્ડર કેવી રીતે મળ્યુ તેના જવાબમાં સિવને કહ્યુકે, ચંદ્રની સપાટી પર જે નિશ્ચિત જગ્યાએ લેન્ડરને ઉતરવાનું હતુ. ત્યાં પહેલાં કોઈ વસ્તુ ન હતી. અમે એટલી જ ખબર પડી છેકે, આ કોઈ નવો ખાડો નથી. અમારુ માનવું છેકે, આ વિક્રમ જ છે. તેનાથી વધારે અમે કશું કહી શકીશું નહી. ઈસરોનાં ચેરમેને કહ્યુકે, વિક્રમ સાથે સંપર્ક કેમ તૂટ્યો અને તેની સમસ્યા શું હત તેના વિશે હાલમાં તપાસ થઈ રહી છે. બધા જ આંકડાઓનું વિશ્લેષણ કરાઈ રહ્યુ છે. સિવનને પુછ્યુ કે તમને ક્યારે ખબર પડી કે ગડબડ થઈ છે. તો તેના જવાબમાં સિવને કહ્યુકે, જ્યારે અમને ખબર પડીકે અમારો સંપર્ક તૂટી ગયો છે. પીએમ મોદી અને સિવનની વચ્ચેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે મોદી અને સિવન વચ્ચે શું વાત થઈ તેનાં જવાબમાં સિવને કહ્યુકે, અમે તેમને બધી જ વાતો સાચી કહી દીધી હતી. તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યુકે, ચિંતા ના કરો અને નિરાશ ન રહો. આ તો થઈ લેન્ડિંગની રાતની વાત. બીજા દિવસે પીએમ મોદી ફરી ઈસરોનાં કંટ્રોલ કમાન્ડ પહોંચ્યા હતા જ્યાં સિવન રોવા લાગ્યા હતા. મોદીનાં ગળે લાગ્યા હતા. તેના વિશે વાત કરતાં સિવને કહ્યુ હતુકે, મોદી નેશન લીડર તો છે જ, અમારા બોસ પણ છે. (અંતરિક્ષ વિભાગ પ્રધાનમંત્રી કાર્યાલયની અંડર આવે છે.) હું ભાવુક થઈ ગયો હતો. અમે આશાને પુરી કરી શક્યા ન હતા. તેમણે તરત મને દિલાસો આપ્યો હતો. મને રાહતનો અનુભવ થયો. જ્યારે દેશનાં પીએમ ગળે લગાવે તો તમને પ્રેરણા મળે છે. તેનાથી મને ભવિષ્યમાં કામ કરવા માટે માનસિક શક્તિ મળી છે. મિશનની સફળતા વિશે વાત કરતાં સિવન જણાવ્યુ, લેન્ડર સાથે તો સંપર્ક થઈ રહ્યો નથી. અને ઓર્બિટરનું જીવન એક વર્ષ માટે ડિઝાઈન કરવામાં આવ્યુ હતુ. હવે તેનું આયુષ્ય સાડા સાત વર્ષનું રહેશે. ચંદ્રયાન2 તો આંશિક રીતે અસફળ રહ્યુ છે એવામાં સવાલ એ છે, કે શું ચંદ્રયાન-3નું મિશન રહેશે? તેના જવાબમાં સિવને કહ્યુ, તેનો નિર્ણય ડેટાના વિશ્લેષણથી મળેલાં પરિણામ બાદ કરવામાં આવશે. અમારે પહેલાં એ જાણ લગાવવાની છે કે, વાસ્તવમાં શું ગડબડ થઈ ત્યારબાદ ભવિષ્ય વિશે વાત કરીશું શકીશું. ઈસરોનાં ચેરમેને કહ્યુ, નવા અભિયાનોનાં કામ ચાલુ રહેશે. હજી તો અમારે બહુજ બીજા પડકારરૂપ અને વધારે જટિલ કામો કરવાના છે. અતીતમાં શું થયુ એ વાતની ચિંતા છોડવાની છે. અમારા માટે પહેલાં નક્કી કરેલાં કામોને પુરા કરવાનું જરૂરી છે. વાતચીતનાં છેલ્લાં પડાવમાં સિવને કહ્યુ, અંતરિક્ષમાં લક્ષ્‍ય ન મળે ત્યાં સુધી અમે એવું ન કહી શકીએ કે, મિશન પુરૂ થઈ ગયુ છે. ભલે અમે નવી સિસ્ટમનો ઉપયોગ કરીએ કે જૂની. રોકેટ સાયન્સમાં હંમેશા કોઈ અજાણ્યા રહસ્યો હોય છે.