પાકિસ્તાનના નવા મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હકે પોતાની ટીમની ફિટનેસ વધારવા માટે ખેલાડીઓની બિરિયાની અને મિઠાઓના સેવન પર પ્રતિબંધ મુકી દીધો છે. વર્લ્ડ કપમાં ભારત સામે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનના પ્રશંસકોએ પણ પોતાના ખેલાડીઓની ફિટનેસ પર સવાલ ઉભા કર્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પ્રશંસકે કહ્યું કે ટીમમાં નવુ ફિટનેસ કલ્ચર આવ્યું છે. તેમણે ખેલાડીઓને બિરિયાની અને મીઠાઇ ખાવાથી ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાનના પત્રકાર સાજ સાદિકે ટ્વિટ કર્યુ, ખબરો અનુસાર, મિસ્બાહ ઉલ હકે ઘરેલૂ ટૂર્નામેન્ટ અને રાષ્ટ્રીય કેમ્પમાં ખેલાડીઓ માટે આહાર અને પોષણની યોજનાઓને બદલી નાંખી છે. હવે ખેલાડીઓ માટે બિરિયાની અને મિઠાઇ નહી હોય. મિસ્બાહ અને વકાસ યૂનિસના માર્ગદર્શનમાં પોતાની પહેલી સીરીઝમાં પાકિસ્તાનનો સામનો શ્રીલંકા સામે થશે. પાકિસ્તાન પોતાના હોમ ગ્રાઉન્ડ પર શ્રીલંકા વિરુદ્ધ 27 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની સીરીઝ રમશે.

