સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશંસકો માટે ખુશખબરી છે. બિગ બીને સિનેમાજગતનો સૌથી મોટા પુરસ્કાર દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. ખુદ ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને દેશવાસીઓને આ માહિતી આપી. સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યું કે મહાનાયક અમિતાભ બચ્ચન કે જેમણે બે પેઢીઓ માટે મનોરંજન કર્યુ અને સૌ કોઇને પ્રેરણા આપી. તેમને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે સર્વસંમતિથી પસંદ કરાયા છે. સમગ્ર દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. તેમને મારા હાર્દિક અભિનંદન. દાદા સાહેબ ફાળકે સન્માન સિનેમામાં મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવે છે.. અમિતાભ બચ્ચન પહેલા વર્ષ 2017માં આ એવોર્ડ વિનોદ ખન્નાને મળ્યું હતુ. આ ઉપરાંત વર્ષ 2015માં આ એવોર્ડ ભારત કુમારના નામથી જાણીતા એક્ટર મનોજ કુમારને મળ્યો હતો. જ્યારે કે 2014માં શશિ કપૂર, 2013માં ગુલઝાર અને 2012માં પ્રાણને આ સન્માન પ્રાપ્ત થયું હતુ.

