અક્ષય કુમાર હાલ ‘સૂર્યવંશી’ની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ કામ કરી રહી છે.અક્ષયનો આગામી પ્રોજેક્ટ વિપુલ શાહ સાથે હોવાની શક્યતા છે.
અક્ષય કુમાર અને વિપુલ શાહે અત્યાર સુધીમાં ચાર સુપરહિટ ફિલ્મો કરી છે. જેમાં ‘આંખે, વક્ત,નમસ્તે લંડન જેવી ફિલ્મો સામેલ છે. હવે આ જોડી રૂપેરી પડદે ફરી સાથે કામ કરવા સજ્જ છે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.
વિપુલ શાહે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતુ ંકે, ” પાંચ વરસમાં દેશમાં બહુ બદલાવ આવ્યો છે. લોકોના વિચારો અને રહેણી-કરણીમાં ફરક પડી ગયો છે. તેમજ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ હાઇ થઇ ગયું છે. આ બદલાવ જોઇને મન ેએક નવો વિષય સૂઝયો છે. મારી આ ફિલ્મ નવા બારતના વિચાર પર આધારિત છે. ”
તેણે વધુમાં કહ્યું હતુ ંકે, ” અક્ષય કુમાર સાથે મેં ચાર ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય વરસની ચાર-પાંચ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતો છે. હું તેની ફિલ્મ ‘સૂર્યવંશી’ના શૂટિંગ પૂરી થયાની રાહ જોઇ રહ્યો છું. આ બાદ અમે મારી ફિલ્મની શૂટિંગની તારીખોની વાતચીત કરશું. અક્ષયે મારી ફિલ્મની વાર્તા સાંભળી છે અને તેને પસંદ પણ પડી છે.

