ગુજરાતની રાનૂ મંડલ માટે કીર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિર આવ્યા આગળ

ગુજરાત

કળા કોઈની જાગીર નથી હોતી. કળા રાજા કે રંકને પાસે કુદરતી બક્ષીસ તરીકે પ્રાપ્ત થઇ હોય છે. આવા કુદરતી કળા પ્રાપ્ત કરેલા પરંતુ જેની કળાને કોઈ જાણતું નથી એવી ભિક્ષુક મહિલા ચંદ્રા પરમાર કે જે જુનાગઢના માણાવદરની છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ વિડીયો ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલે ઉતારી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ત્યારે આ ભિક્ષુક મહિલાના સપોર્ટમાં ગુજરાતના નામાંકિત કલાકારો પણ આવ્યા છે. કીર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિરે પણ આ કલાકારને યોગ્ય સમયે સ્ટેજ પર મોકો આપવાની વાત કરી છે.