નિત્યાનંદ અને DPSનાં કનેક્શન અંગે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ડીપીએસનાં આચાર્ય હિતેશ પૂરી અને પુષ્પક સિટીનાં મેનેજર બકુલ ઠક્કરની ધરપકડ કરી છે. આ બંનેની હાલ વિવેકાનંદ પોલીસ મથકમાં પૂછપરછ ચાલી રહી છે. પણ ધરપકડ કર્યાંની ગણતરીની મિનિટોમાં જ પ્રિન્સિપાલ હિતેશ પુરી અને મેનેજર બકુલ ઠક્કરને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
નિત્યાનંદ આશ્રમમાં SITએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે 43 ટેબ્લેટ, 4 મોબાઈલ અને 14 લેપટોપ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી ઈલેક્ટ્રોનિક વસ્તુ FSLમાં મોકલવામાં આવી છે. તો આશ્રમના CCTVનું DVR પણ પોલીસે જપ્ત કર્યુ છે. પોલીસે એક ડિઝિટલ લોકર, 3 CPU, પેનડ્રાઈવ જપ્ત કરી છે. ધરપકડ કરાયેલી બે સાધ્વીને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત CWCની ટીમે આશ્રમના બાળકોનાં નિવેદન નોંધ્યા હતા. જે બાળકોને પરત જવું છે તેના માતાપિતા અમદાવાદ આવ્યા છે. અને પોલીસ બાળકો પાસે બાળ મજૂરી અંગે તપાસ કરી હતી. પોલીસે જ્યાં બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા તે પુષ્પક સિટીનાં મેનેજર બકુલ ઠક્કરની પણ ધરપકડ કરી છે. 3 મકાન ભાડે આપવા બદલ પોલીસે બકુલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો પોલીસે કહ્યું છે કે, નિત્યાનંદની પણ ધરપકડની કાર્યવાહી કરાશે.