રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી સૌથી ધનાઢ્ય ભારતીયોની યાદીમાં ફરીએક વાર પહેલા નંબરે બિરાજ્યા છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝીને વર્ષ 2019 માટે સૌથી ધનિક ભારતીયોની યાદી બહાર પાડી હતી જેમાં મુકેશ અંબાણીઓ ટોચનુ સ્થાન જાળવી રાખ્યું છે. અંબાણીની કુલ સંપત્તિ 5,140 કરોડ ડોલર (આશરે 3.64 લાખ કરોડ રુપિયા)સાથે બારમી વખત આ યાદીમાં ટોચ પર રહ્યા છે.
હાલની આર્થિક મંદીને જોતા વર્ષ 2019ને ભારતીય અર્થવ્યવસ્થા માટે ‘પડકારજનક વર્ષ’ ગણાવીને અમેરિકાની પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિને જણાવ્યું હતું કે, ” મુકેશ અંબાણીની ત્રણ વર્ષ જૂની ટેલિકોમ કંપની Jioએ તેમની કુલ સંપત્તિમાં 4.1 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જીઓ ટેલિકોમ 340 મિલિયન ગ્રાહકો સાથે ભારતના સૌથી મોટા મોબાઇલ કેરિયર્સમાંથી એક બની ગઈ છે.
ફોર્બ્સના કહેવા મુજબ આ વર્ષ દેશના સૌથી ધનિક લોકો માટે પડકારરુપ રહ્યું. દેશનો આર્થિક વિકાસ વિતેલા છ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. દેશનો આર્થિક વિકાસ દર 5 ટકા સુધી ધીમી ગતિએ હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન સિવાય ગૌતમ અદાણીએ જબરદસ્ત ગ્રોથ મેળવ્યો છે. 2019માં તેમણે 10 નંબરેથી છલાંગ લગાવીને આ યાદીમાં બીજુ સ્થાન મેળવ્યું છે. ગૌતમ અદાણી આ યાદીમાં 1570 કરોડ ડોલર (આશરે 1.11 લાખ કરોડ રુપિયા)ની Net Worth સાથે બીજા સ્થાને રહ્યા હતા.
આ યાદીમાં હિન્દુજા બ્રધર્સ 1560 કરોડ ડોલર (આશરે 1.10 લાખ કરોડ રુપિયા)ની Net Worth સાથે ત્રીજા સૌથી ધનિક ભારતીય રહ્યા. પી મિસ્ત્રી (Pallonji Mistry) 1500 કરોડ ડોલર (આશરે 1.06 લાખ કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે ચોથા સ્થાને, ઉદય કોટક 1480 કરોડ ડોલર (આશરે 1.05 લાખ કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે પાંચમા સ્થાને, શિવ નાડર 1440 કરોડ ડોલર (આશરે 1.02 લાખ કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને, રાધાકૃષ્ણન દમાણી 1430 કરોડ ડોલર (આશરે 1.01 લાખ કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે સાતમા સ્થાને, ગોદરેજ ફેમિલી1200 કરોડ ડોલર (આશરે 85,200 કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે આઠમા સ્થાને, લક્ષ્મી મિત્તલ 1050 કરોડ ડોલર (આશરે 74,550 કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે, કુમાર મંગલમ બિડલા 960 કરોડ ડોલર (આશરે 68,160 કરોડ રુપિયા)ની સંપત્તિ સાથે દસમા સ્થાને રહ્યા હતા.

