GSTને લઇને ચાલી રહેવા વિવાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ નીતિમાં ભૂલો હોવાનું સ્વીકાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે તમામ સમસ્યાઓ પછી પણ GSTદેશનો કાયદો બની ચૂક્યું છે, જેનું પાલન બધાએ કરવાનું છે.
નાણામંત્રીએ સ્વીકાર્યું કે, GSTમાં ખામિયો હોઇ શકે, જેના કારણે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ કાયદો છે. જે બધાએ પાળવાનો છે. સસંદ અને રાજ્યોની વિધાનસભામાં પસાર થઇને હવે આ દેશનો કાયદો બની ચૂક્યો છે.
મહારાષ્ટ્રના પૂણે ખાતે આયોજીત એક કાર્યક્રમમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ, સીએ અને અન્ય લોકો સાથે વાતચીત તકતા નાણામંત્રી જણાવ્યું કે આ કર-કાયદો પહેલા દિવસથી લોકોની અપેક્ષા પર ખરો નથી ઉતરી શક્યો. હું ઇચ્છતી હતી કે આ કાયદો પહેલા જ દિવસથી લોકોની અપેક્ષાઓ સામે ખરો ઉતરે, પરંતુ માફી સાથે કહી રહી છું કે, આ કાયદો આપસૌની મુશ્કેલીઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યો.

