કાબુલના નંગરહાર પ્રાંતમાં આવેલી મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન બે બ્લાસ્ટ; 62ના મોત, 36ને ઈજા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી.

સ્થાનિક પ્રશાસનના પ્રવકતા અતાઉલ્લાહ ખોગયાનીએ કહ્યું હાલ એ પુષ્ટિ થઈ શકી નથી કે મસ્જિદમાં આત્મધાતી હુમલો થયો કે કોઈ પ્રકારનો વિસ્ફોટ. મૃત્યુપામનારાઓ અને ઈજાગ્રસ્તોમાં પુરુષ અને બાળકો બંને સામેલ છે.

પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ સક્રિય

નંગરહારના પબ્લિક હેલ્થ વિભાગના પ્રવક્તા જાહિર આદિલે કહ્યું 23 ઈજાગ્રસ્તોને જલાલાબાદ મોકલવામાં આવ્યા છે. બાકીના લોકોની સારવાર હસ્કામેના જિલ્લા હોસ્પિટલમાં થઈ રહી છે. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પૂર્વી અફઘાનિસ્તામાં તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ બંને આતંકી સંગઠન સક્રિય છે.
બે દિવસ પહેલા તાલિબાને અફધાનિસ્તાનના પૂર્વી ક્ષેત્રમાં થયેલા એક આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલો પોલીસ હેડક્વાર્ટરની પાસે કરવામાં આવ્યો હતો. તેમાં અફઘાનના બે જવાનોના મોત થયા હતા, જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા.