સોશિયલ મીડિયાના દુરોપયોગને રોકવાની ક્ષમતા ન હોય તો કંપનીઓએ અહીં આવવું જ ન જોઇએ: હાઇકોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સોશિયલ મીડિયાના દુરોપયોગને રોકવા માટે હાઇકોર્ટે તમામ અરજીઓ સ્વીકારી લીધી છે અને હવે ટૂંક જ સમયમાં અરજીઓ પર સુનાવણી શરુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક, ટ્વિટર અને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓની ટ્રાન્સફર અરજીઓ હોઇકોર્ટે મંજૂર કરી છે અને 15મી જાન્યુઆરી 2020 સુધી આ માટે કાયદો તૈયાર કરવામાં આવશે.

અરજીઓ સ્વીકારતા હોઇકોર્ટે રજિસ્ટ્રીને જણાવ્યું કે ઇન્ટરનેટ સંબંધી બધા જ અટકેલા મામલાઓની યાદી જમા કરે અને આ બધા જ મામલાઓની સુનાવણી તેની સાથે જ થશે. સુનાવણી દરમિયાન એજી કેકે વેણુગોપાલએ જણાવ્યું કે, જ્યારે આ કંપનીઓ પાસે તેમની સેવા કે પ્રોડક્ટના દુરોપયોગને રોકવાની કોઇ વ્યવસ્થા જ નથી તો તેમણે અહી આવવું ન જોઇએ, કારણ કે દુરોપયોગથી પીડિત લોકોની મદદ માટે આ કંપનીઓ પાસે કોઇ ટેકનીક જ નથી.

આ દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું કે, સવાલ એ છે કે, શું કોર્ટ વ્હોટ્સએપ, ફેસબુક વગેરેને સૂચનાને ડિક્રિપ્ટ કરવા માટે બાઉન્ડ કરી શકે છે? શું સરકાર પાસે ડિક્રિપ્ટ કરવા માટે પોતાની એજન્સી ન હોવી જોઇએ? સૂચનાઓને ડિક્રિપ્ટ કરવા માટે સરકાર અને તેની એજન્સીઓ પાસે અધિકાર છે, પરંતુ આ કાયદો તેમની પર ડિક્રિપ્ટ કરવાના દાયિત્વ માટે લાગૂ કરી શકાશે.