J&K:નૌશેરામાં આતંકીઓ સાથે અથડામણમાં સેના અધિકારી શહીદ, અવંતીપોરામાં ત્રણ આતંકીઓનો ખાતમો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં મંગળવારે એલઓસી (Line of Control)પાસે આતંકી સાથે થયેલી અથડામણમાં એક જૂનિયર કમીશન્ડ ઓફિસર શહીદ થયા છે. વર્તમાન સ્થિતિની જાણકારી મુજબ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકી સાથે અથડામણ ચાલુ છે.

આ પહેલા મંગળવારે કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો. આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા. અનુમાન મુજબ આ આતંકીઓ જૈશ સાથે સંકળાયેલા હતા. આ વિસ્તારમાં અન્ય આતંકીઓ સક્રિય હોવાની માહિતી પર સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છે કે પીઓકેમાં રવિવારે આતંકી કેમ્પ્સ અને પાકિસ્તાની સેનાને આકરો જવાબ આપ્યા પછી ભારતીય સેનાની આતંકીઓ સાથે આ પહેલી અથડામણ હતી. આ હુમલો પાકિસ્તાન સેના દ્વારા તંગધાર સેક્ટરમાં આતંકીઓને ઘૂસાડવામાં મદદ માટે કરવામાં આવેલા સિઝફાયર ઉલ્લંઘનના પ્રતિશોધમાં કરવામાં આવ્યો હતો.