પાકિસ્તાનમાં જતા પાણી પર કાપ મુકવા ભારત બનાવી રહ્યું છે પ્લાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારત સરકારે પોતાના હિસ્સાનું પાણી પાકિસ્તાન જતું રોકવા પર કામ કરી રહ્યું છે. ભારત પોતાના હિસ્સાનું પાણીનો ઉપયોગ ખેતરો અને ઉદ્યોગો માટે કરવા માંગે છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, ભારતના હિસ્સાનું પાણી પાકિસ્તાન ચાલ્યું જાય છે. તેના પર અમે કામ કરી રહ્યાં છીએ કે કેવી રીતે અમે આપણા ભાગનું પાણી પાકિસ્તાન જતું રોકીએ.

શેખાવતે કહ્યું કે, પાકિસ્તાન તરફ જતા પાણીને અમે ખેડુતો, ઉદ્યોગો અને આપણાં લોકો માટે ઉપયોગ કરીશું. અમે હાઈડ્રોલોજીકલ અને ટેક્નોફિઝિબિલિટિ અધ્યયન પર કામ કરી રહ્યાં છીએ. મેં નિર્દેશ આપ્યો છે કે, આ કામ જલ્દી થવું જોઈએ જેથી અમે આપણો પ્લાન એક્ટિવ કરી શકીએ.