ટેલીકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી જબરદસ્ત ઝટકો લાગ્યો છે. DoTની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી દીધી છે. ટેલીકોમ કંપનીઓને DoTનો 92 હજાર કરોડ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું કે આ દંડ કેટલાં સમયમાં નાખવામાં આવશે તે કોર્ટ નક્કી કરશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે AGR એટલે કે સમાયોજિત કુલ આવકમાં લાઈસેન્સ ફી અને સ્પેક્ટ્રમ ઉપયોગ સિવાય અન્ય આવક પણ શામેલ છે. તેમાં કેપિટલ અસેસ્ટના વેચાણ પર લાભ અને વીમા ક્લેમ AGRનો હિસ્સો નહીં થશે. ટેલીકોમ કંપનીઓએ તેના માટે 6 મહિનાઓ માગ્યા હતા.
હકિકતે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે આઠ ટેલીકોમ કંપનીઓને તેના પર દંડ 92000 કરોડ રૂપિયાની રકમ ચુકવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. આ રકમ સાથે ટેલીકોમ કંપનીઓને પેનલ્ટી પણ આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે દૂરસંચાર વિભાગના પક્ષમાં નિર્ણય આપતા જણાવ્યું હતુ કે ટેલીકોમ કંપનીઓને એક નક્કી કરેલા સમયમાં રકમ સરકારને ચુકવવી પડશે. કોર્ટે તેના માટે કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો છે. કોર્ટ આ બાબતે ઝડપથી આદેશ આપશે.
એજીઆરની પરિભાષાને લઈને 1999-2000થી ટેલીકોમ સેક્ટર અને દુરસંચાર વિભાગની વચ્ચે આ વિવાદ ચાલી રહ્યોં હતો. એકલા ભારતી એરટેલ પર 21000 કરોડ રૂપિયાનો AGR બાકી હોવાનું અનુમાન છે.

