સ્વિસ સરકારે વિદેશી બેન્કોમાં કાળું નાણું રાખનારા 50 ભારતીય બિઝનેસમેનના નામ જાહેર કર્યા છે. સ્વિસ અધિકારીઓએ ખાતાધારકોને સ્પષ્ટતા કરવા માટે નોટિસ પણ ફટકારી છે. જેમાંથી મોટા ભાગે કોલકાતા, મુંબઈ, ગુજરાત અને બેંગલુરુના છે. સામાન્ય રીતે આવા કેસમાં જવાબ માટે 30 દિવસની મુદત આપવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં 100થી વધારે ભારતીય ખાતાધારકોના નામ સામે આવી ચુક્યા છે.
સ્વિસ સરકારના ફેડરલ ગેજેટમાં કૃષ્ણ ભગવાન રામચંદ્ર, પોતલુપી રાજામોહન રાવ, કલ્પેશ હર્ષદ, કુલદીપ ધીંગડા, ભાસ્કરન નલિનિ, લલિતાબેન ચિમનભાઈ, સંજય ડાલમિયા, પંકજ કુમાર સારાઓગી, અનિલ ભારદ્વાજ , થરાની રેનૂ ટીકમદાસ, મહેશ ટીકમદાસ થરાની, સવાની વિજય કન્હૈયાલાલ, ભાસ્કરન થરુર, કલ્પેશ ભાઈ પટેલ, અજોય કુમાર, દિનેશ કુમાર, રતન સિંહ ચૌધરી અને કઠૌતિયા રાકેશ કુમારના નામ સામેલ છે.
આ નામોમાં ફક્ત ઈનીશિયલ્સ (ટૂંકા નામ): સ્વિસ બેંકના ઘણા ખાતાઓમાં ભારતીય ખાતાધારકોના ફક્ત ઈનીશિયલ્સ છે. જેમાં NSA,MMA, PAS,RAS,ABKI,MLA,ADS,RPN,MCS, JNV,JD,AD,YA, DM, SLS, UL, SS,RN, VL, OPL, PM, PKK, BLS, SKN, અને JKG સામેલ છે.
સ્વિસ સરકાર શંકાસ્પદ ખાતાઓની માહિતી આપી રહી છેઃ સૂત્રોના કહ્યાં પ્રમાણે, 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ સરકારે કાળાનાણા વિરોધ કડક પગલા ભર્યા છે. સ્વિસ બેન્કોમાં પૈસા રાખવાવાળા ભારતીયો અંગે માહિતી મેળવવાનું કામ કર્યું. ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે કરાર થયો હતો. જેના હેઠળ સ્વિસ સરકારે એવા બિઝનેસમેન અંગે જાણકારી ઉપલ્બ્ધ કરાવી રહી છે, જે શંકાના ઘેરામાં છે. છેલ્લા મહીને આવા 14 ખાતાઓની માહિતી જાહેર કરતા પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી.

