દિવાળીના તહેવારોની મૌસમ વચ્ચે જ વરસાદી મૌસમની આગાહી હવામાન વિભાગે કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાયું છે. જેની અસર હેઠળ આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વાવાઝોડાને ‘ક્યાર’ નામ આપવામાં આવ્યું છે. જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાને અસર કરશે.
વાવાઝોડાના કારણે સમુદ્રમાં પવનની ઝડપ વધી રહી છે. હાલ તો આ વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છું તેમ વધારે મજબૂત બની રહ્યું છે. જો કે, હવામાન વિભાગ મુજબ આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય જશે. પરંતુ રાજ્યમાં તેની અસર વર્તાશે.
હવામાન વિભાગે માછીમારોને દરિયો નહી ખેડવા જવાની સુચના આપી છે. ‘ક્યાર’ વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.