જાસૂસી મામલે કેન્દ્ર સરકારે વોટ્સએપને કહ્યું, 4 નવેમ્બરના સુધી આપો જવાબ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્સએપની જાસૂસી મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું,ભારતના નાગરિકોની વોટ્સએપની ગોપનીયતાના ઉલ્લંઘનને લઈને સરકાર ચિંતિત છે. અમે આ અંગે વોટ્સએપ સાથે વાત કરી હતી અને પૂછ્યું હતું કે તેઓ લખો ભારતીયોની ગોપનીયતાની સુરક્ષાને લઈને શું કરી રહ્યા છે? રવિશંકરે કહ્યું હતું, સરકાર દરેક ભારતીય નાગરિકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી કંપનીઓ પાસે દેશહિતને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લગાવવા માટે પ્રોટોકોલ સ્થાપિત છે. આમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સિનીયર અધિકારીઓ દ્વારા પ્રતિબંધ અને સુપરવિઝન સામેલ છે.

રવિશંકરે વિપક્ષ પર નિશાનો સાધતા કહ્યું હતું, જે લોકો આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે તેમણે યુપીએ શાશનમાં નાણાં મંત્રી પ્રણવ મુખર્જીનો શાશનકાળ દરમિયાન યાદ કરવાની જરૂર છે.આજકાલ દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વોટ્સએપ વાપરે છે. અને આ વાતને લઈને એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે.

વોટ્સએપના અધિકારીઓએ એક ખાનગી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અઠવાડિયે તેમના તરફથી ભારતીયોને કહેવામાં આવ્યું હતું કે એક ઇઝરાયલી સોફ્ટવેર ” સ્પાયવેર”ના માધ્યમથી વોટ્સએપની જાસૂસી કરવામાં આવી રહી છે.જેમાં ભારતના નામી પત્રકાર અને એક્ટિવિસ્ટના નામ છે. આ જાસૂસી મે મહિનામાં કરવામાં આવી હતી. મંગળવારના રોજ વોટ્સએપની પેરન્ટ કંપની ફેસબૂક તરફથી ઇઝરાયેલની સાયબર સિક્યુરિટી કંપની પર આરોપ લગાવતા તેમના પર કેસ દાખલ કર્યો હતો અને કહ્યું હતું, વોટ્સએપના સારવારનો ઉપયોગ કરીને 1400 લોકોનો ડેટા ચોરી કરવામાં આવ્યો છે અને માલવેર ફેલાવ્યું છે જેના દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે.