પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું.

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

આજે પીએમ મોદી અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે. અહિંયા તેઓએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેમણે સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં ઓ.પી.કોહલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, કેશુભાઈ પટેલ, પરેશ ધાનાણી, જીતુભાઈ વાઘાણી, આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.