વાહનચાલકો થઈ જજો એલર્ટ, આવતીકાલે અમલી થઈ રહ્યો છે નવો ટ્રાફિક રૂલ

ગુજરાત મુખ્ય સમાચાર
આવતીકાલે લાભપાંચમથી નવો ટ્રાફિક નિયમ રાજ્યમાં અમલી થઈ રહ્યો છે. બે વાર અંતિમ તારીખમાં એક્સટેન્ડ કર્યા બાદ હવે રાજ્ય સરકાર આવતીકાલથી નવો ટ્રાફિક નિયમ અમલમાં લાવવાની છે. તો આવતીકાલે વાહનની સાથે-સાથે લાયસન્સ, હેલ્મેટ, પીયુસી, RC બુક, વીમો સહિતના જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલતા નહી નહીતર ક્યાંક લાભપાંચમનું મુહર્ત તમારાથી જ ના થઈ જાય.
આવતીકાલે સવારથી જ ટ્રાફિક નિયમની અમલવારી શરૂ થઈ જશે અને નિયમનો ભંગ કરનારાને દંડ ફટકારવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે નવા ટ્રાફિક નિયમ અમલી કરવા માટે બે વાર તારીખ એક્સ્ટેન્ડ કરી હતી અને દંડની રકમ પણ ઘટાડી હતી.