આતંકવાદીઓને મદદ કરનારા પૂર્વ DSP પર NIAનો સંકજો, UAPA હેઠળ કેસ દાખલ

મુખ્ય સમાચાર

હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓને દિલ્હી સુધી પહોંચાડતા પહેલા જ ઝડપાઇ ગયેલા પૂર્વ DSP દેવેન્દ્રસિંહની પૂછપરછ થઇ રહી છે, પોલીસની વર્દીની આડમાં આ શખ્સ આતંકીઓ સાથે મળી ગયો હતો અને દેશદ્રોહી બની ગયો હતો. આતંકવાદ વિરોધી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ હવે UAPA (અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેશન એક્ટ)ની ધારા હેઠળ તેની સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

દેવેન્દ્રસિહે પહેલા પણ અનેક વખત આતંકવાદીઓને મદદ કરી હોવાના ખુલાસા થયા છે, તેની સાથે પાકિસ્તાન સ્થિત હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓની પણ ધરપકડ કરાઇ હતી, દેવેન્દ્રસિંહ પીઓકેમાં પણ અનેક વખત રહ્યો હોવાની વાત સામે આવી છે. પુલવામાં જેવા મોટા હુમલામાં પણ તેની ભૂમિકાની તપાસ થાય તે પણ જરૂરી છે.