મુંબઈનો હર્ષિલ દાણી ઈન્ટર. બેડ્મિન્ટન સ્પર્ધા જીત્યો

મુંબઈના યુવા ખેલાડી હર્ષિલ દાણીએ નેધરલેન્ડ્સમાં વોટરરિન્ગન ખાતે યોજાયેલ ૨૦મી વિક્ટર ડચ ઈન્ટરનેશનલ બેડ્મિન્ટન સ્પર્ધાનું વિજેતાપદ રવિવારે જીત્યું હતું. વર્તમાન મોસમમાં પોતાની આ પહેલી સફળતામાં ૨૨ વર્ષના ભૂતપૂર્વ જુનિયર રાષ્ટ્રીય ચૅમ્પિયન દાણીએ આઠમા ક્રમાંકિત તરીકે રમતા પુરુષોની સિંગલ્સની રસાકસીભરી ફાઈનલ મેચમાં વિશ્ર્વમાં ૧૪૯મો ક્રમાંક ધરાવતા ડેન્માર્કના મેડ્સ ક્રિસ્ટોફર્સનને ૧૫-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૩થી ૪૭ મિનિટમાં પરાજય આપ્યો […]

Continue Reading

આલિયાએ કંગનાને ક્લાસિક જવાબ આપ્યો

કંગના રનૌત સતત આલિયા ભટ્ટને નિશાન બનાવતી રહે છે. કંગનાએ રિસન્ટલી જ એમ કહ્યું હતું કે, ‘ગલી બોય’માં આલિયાનું પરફોર્મન્સ ‘મામૂલી’ હતું અને આલિયા સાથે તેની સરખામણી થાય એ તેને શરમજનક લાગે છે. હવે એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે, ‘કંગનાની કામગીરી પ્રત્યે મને માન છે અને હું તેના ઓપિનિયનને માન આપું છું. જો […]

Continue Reading

સળંગ ત્રીજા વર્ષે વિરાટ કોહલી વિઝડન ક્રિકેટર ઓફ ધ યર

ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા વિઝડન ક્રિકેટર્સ એમલમેનાકમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને સ્મૃતિ મંધાનાએ વર્ષ માટેના શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરાયા છે. આમ ભારત માટે આ બેવડી સિદ્ધિ છે. ડિસેમ્બરમાં આઈસીસીએ મંધાનાને વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર તેમજ વિમેન્સ વન-ડે પ્લેયર ઓફ ધ યરના ટાઈટલથી નવાજી હતી. આ ઉપરાંત કેપ્ટન કોહલીને ક્રિકેટ ઓફ ધ […]

Continue Reading

કાયદાની ઐસી-તૈસી, આચાર સંહિતાને પણ આપણે જોઇ લઇશું : સંજય રાઉત

લોકસભા ચૂંટણી 2019 દરમિયાન રાજકીય દળો અને નેતાઓ દ્વારા આચાર સંહિતાના ઉલ્લંઘનના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો મહારાષ્ટ્રનો છે જ્યાં શિવસેનાના સંજય રાઉતે આદર્શ આચાર સંહિતા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપની સહયોગી પાર્ટી શિવેસેનાના નેતા સંજય રાઉતે ચૂંટણી દરમિયાન આચાર સંહિતા વિશે કહ્યું કે તેમના માટે આચાર સંહિતાનો કોઈ અર્થ નથી. […]

Continue Reading

ખગોળશાસ્ત્રીઓએ બ્લેક હોલની પહેલી ફોટો દુનિયા સામે રજૂ કરી

ખગોળશાસ્ત્રીઓ પહેલી વાર અવકાશમાં સ્થિત બ્લેક હોલની પહેલી ફોટો દુનિયા સમક્ષ રજૂ કરી છે. બ્રહ્માંડમાં હાજર બ્લેક હોલ સૌથી તાકતવર ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે જે તારાઓને પણ પોતાની અંદર સમાવી લે છે. ખગોળશાસ્ત્રીઓએ બ્રસેલ્સ, શાંઘાઇ, ટોક્યો, સેન્ટિયાગો, વોશિંગ્ટન અને તાઇપેમાં અલગ-અલગ સમ્મેલનોમાં જણાવ્યું કે, ઘાટ્ટા રંગની આકૃતિ પાછળ નારંગી રંગની ગેસ અને પ્લાઝમા આકાશગંગામાં પાંચ […]

Continue Reading

ભારત ફિલ્મ: સલમાન ખાનનો ફર્સ્ટ લુક રિલીઝ

સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇદ પર રિલીઝ થવા જઇ રહી છે. સલમાન ખાને પોતાના ફિલ્મના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. સલમાન ખાને હાલ એક તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરમાં સલમાન એક વૃદ્ધના ગેટ અપમાં […]

Continue Reading

જ્યાંથી વધુ વોટ મળશે ત્યાં વધુ કામ થશે: મેનકા ગાંધી

ઉત્તર પ્રદેશના સુલતાનપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સુલતાનપુરમાં એક રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, મને જ્યાં વધારે વોટ મળશે ત્યાં પહેલા અને સૌથી વધારે કામ કરવામાં આવશે. અગાઉ મેનકા ગાંધીએ એક રેલીમાં લઘુમતિ સમુદાયને વોટની અપીલ કરતા જણાવ્યું હતું કે, મેં અત્યારથી ચૂંટણી જીતી લીધી છે […]

Continue Reading

વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ જાહેર, પંત આઉટ, કાર્તિક ઇન

ઇંગ્લેન્ડમાં યોજાનારા વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ માટેની ભારતીય ક્રિકેટ ટીમની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં દિનેશ કાર્તિક અને કેદાર જાધવને સામેલ કરાયા છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમમાં લોકેશ રાહુલ, વિજય શંકર, રવીન્દ્ર જાડેજાને પણ સામેલ કરાયા છે જ્યારે રિશભ પંતને પડતો મૂકવામાં આવ્યો છે. ટીમ આ મુજબ છે. વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર […]

Continue Reading

પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને, દૂધ 180 રૂપિયે લિટર

પાકિસ્તાની પ્રજાની મુશ્કેલીઓ ધીમે ધીમે વધી રહી છે. મોંઘવારીને કારણે શાકભાજી, પેટ્રોલ, ડીઝલ વગેરેના આસમાને પહોંચી રહેલા ભાવથી પ્રજા અગાઉથી જ પરેશાન હતી ત્યાં હવે દૂધના ભાવમાં તોતિંગ વધારો થતા લોકોની મુશ્કેલી પણ વધી છે. કરાચી ડેરી ફાર્મર્સ એસોસિયેશન દ્વારા અચાનક દૂધના ભાવમાં લિટરદીઠ 23 રૂપિયા વધારવામાં આવ્યા છે અને હવે ભાવ 120 રૂપિયા સુધી […]

Continue Reading

ગેરકાયદે ઘૂષણખોરોને ‘સેન્ચુરી સિટીઝ’ મોકલવા વિચારણા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તે ધરપકડ કરાયેલા શરણાર્થીઓને સ્વઘોષિત ‘સેન્ચુરી સિટીઝ’ (શરણ સ્થળ) પર મોકલવા માટે ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યા છે. ‘સેન્ચુરી સિટીઝ’ એવા શહેરો છે, જ્યાંના સ્થાનિક વહીવટી તંત્રએ ટ્રમ્પની કડક ઈમિગ્રેશન નીતિઓનો વિરોધ કર્યો છે અને ગેરકાયદે શરણાર્થીઓના પ્રત્યાર્પણ કરવાનો ઈનકાર કરી દીધો છે. આ શહેરો ડેમોક્રેટ્સના પ્રતિનિધિત્વ હેઠળના છે. ટ્રમ્પે […]

Continue Reading