ગુજરાતમાં વાહનચાલકોને હવે CNG માટે લાંબી લાઇનમાં ઊભા નહિ રહેવું પડે, વધુ 214 સ્ટેશન્સ શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા CNGનો વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, CNGના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે. મુખ્યમંત્રી CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં […]

Continue Reading

GSTમાં ખામીઓ છે, પરંતુ તે હવે કાયદો છે: નાણામંત્રી નિર્મલા સીતારમન

GSTને લઇને ચાલી રહેવા વિવાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ નીતિમાં ભૂલો હોવાનું સ્વીકાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે તમામ સમસ્યાઓ પછી પણ GSTદેશનો કાયદો બની ચૂક્યું છે, જેનું પાલન બધાએ કરવાનું છે. નાણામંત્રીએ સ્વીકાર્યું કે, GSTમાં ખામિયો હોઇ શકે, જેના કારણે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ કાયદો છે. જે બધાએ પાળવાનો છે. […]

Continue Reading

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટને કહ્યું ‘ગુનો કબુલ નથી’: વધુ સુનાવણી ૭મી ડિસેમ્બરે યોજાશે

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં તેઓ શુક્રવારે મેટ્રોકોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતાં. જ્યાં એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.બી. ઇટાલિયાએ તેમને ગુનો કબુલ(પ્લી રેકોર્ડ) હોવાનું પૂછતા રાહુલ ગાંધીએ ગુનો કબુલ ન હોવાનું જણાવી કેસ ચલાવવા કહ્યું હતું. બીજી તરફ રાહુલ ગાંધી તરફથી કેસની મુદતમાંથી કાયમી હાજર રહેવામાંથી મુક્તિ માગતી અરજી કરવામાં આવી […]

Continue Reading

ફોર્બ્સ ઇન્ડિયાની રિચ લિસ્ટ 2019 માં મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી સૌથી ધનાઢ્ય ભારતીયોની યાદીમાં ફરીએક વાર પહેલા નંબરે બિરાજ્યા છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝીને વર્ષ 2019 માટે સૌથી ધનિક ભારતીયોની યાદી બહાર પાડી હતી જેમાં મુકેશ અંબાણીઓ ટોચનુ સ્થાન જાળવી રાખ્યું છે. અંબાણીની કુલ સંપત્તિ 5,140 કરોડ ડોલર (આશરે 3.64 લાખ કરોડ રુપિયા)સાથે બારમી વખત આ યાદીમાં ટોચ પર […]

Continue Reading

MBBSમાં સીટ વધે તે માટે રાજ્યના ત્રણ જિલ્લામાં નવી મેડિકલ કોલેજ બનશે, પ્રથમ વર્ષે 100 બેઠક પર પ્રવેશ મળશે

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં પ્રજાજનોની આરોગ્‍ય સવલતોનો વ્‍યાપ વધે તેમજ ઘર આંગણે તબીબી શિક્ષણની સુવિધા ઉપલબ્‍ધ થાય તે માટે અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 75 જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ છે. તેમાં ગુજરાતના 5 જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને […]

Continue Reading

અમદાવાદના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા 16 ઓક્ટોબરથી કેમ્પનું આયોજન

શહેરના 20 હજારથી વધુ દિવ્યાંગોને જીવનજરૂરિયાતની સાધનસામગ્રી પૂરી પાડવા જિલ્લા વહીવટી તંત્રએ આયોજન કર્યું છે. જરૂરતમંદ દિવ્યાંગોને તારીખ 16થી 22 ઓક્ટોબર સુધી સાધનો આપવા કેમ્પનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય વયો યોજના અંતર્ગત 60થી વધુ વર્ષના બીપીએલ લાભાર્થીઓને પણ સહાયનો લાભ મળશે. જિલ્લા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે, શહેરના જરૂરિયાતમંદ દિવ્યાંગોને જીવન-સહાયક સાધનો આપવા […]

Continue Reading

ગુજરાતમાં 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું, 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે, હાલ ડબલ સિઝન

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં વર્ષ 1961 બાદ એટલે કે 58 વર્ષનું સૌથી લાંબુ ચોમાસું રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે 45.60 ઇંચ સાથે સિઝનનો 142 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 10 ઓક્ટોબરથી રાજ્યમાંથી પણ ચોમાસાની વિદાયનો તબક્કાવાર પ્રારંભ થઈ ગયો […]

Continue Reading

PM મોદીએ તમિળ પહેરવેશ પહેરીને જિનપિંગનું સ્વાગત કર્યું, ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિને દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બીજી અનૈપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે મહાબલીપુરમ પહોંચ્યા હતા. મોદી અહીં ચીનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પારંપરિક તમિળ પહેરવેશમાં પહોંચ્યા હતા. તેમણે મામલ્લપુરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ અને તટ મંદિરના દર્શન કરાવ્યા અને આ સ્થળોનું મહત્વ પણ સમજાવ્યું. બાદમાં બંનેએ પંચ રથ સ્થળ પર નારિયેળ પાણી પીધું અને અનૈપચારિક […]

Continue Reading

ત્રણ કલાકની જહેમત બાદ આજી GIDCની આગ પર કાબૂ મેળવાયો, ચીફ ફાયર ઓફિસર, 4 જવાન સહિત 7 દાઝ્યા

આજી GIDCમાં આવેલી નેપ્થા કેમિકલની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને ફાયરબ્રિગેડે આખરે ત્રણ કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી છે. ગુરુવારે બપોરે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગમાં શૈલેષ […]

Continue Reading

પીએમ મોદીને પત્ર લખનાર 49 મહાનુભાવોને રાહત, દેશદ્રોહનો કેસ ખોટો સાબિત થયો

દેશમાં મોબ લિંચિંગના વધતા મામલાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વિરોધ વ્યક્ત કરનારા 49 મહાનુભાવોને મોટી રાહતના સમાચાર છે. તાજેતરમાં તેમની સામે દેશદ્રોહનો કેસ થયો હોવાની ચર્ચાએ સમગ્ર દેશનું ધ્યાન ખેચ્યું હતું, જેને બંધ કરવાના આદેશ થયા છે. આ કેસનું સુપરવિઝન કરી રહેલા મુઝફ્ફરપુરના એસએસપી મનોજ કુશવાહાએ કેસ બંધ કરવાના આદેશ કર્યા છે. તેમણે […]

Continue Reading