બાંગ્લાદેશના તટીય ક્ષેત્રમાં ભારત લગાવશે સર્વેલન્સ સિસ્ટમ, બાંગ્લાદેશ આપશે નોર્થ-ઇસ્ટને LPG

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે મૂલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ભારત-બાંગ્લાદેશની મિત્રતા સંપૂર્ણ દુનિયા માટે ઉદાહરણરૂપ છે. શેખ હસીનાએ પણ જણાવ્યું હતુ, ભવિષ્યમાં બંને દેશ વચ્ચે સહયોગ વધુ વધશે. આ અવસરે ઉર્જા,કૌશલ અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, આજે […]

Continue Reading

મુંબઈ મેટ્રો માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદન ચાલુ, વિરોધ કરનારા 38ની ધરપકડ

મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદનના મુદ્દે રાજકીય ધમસાણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સમયેજ આ મુદ્દો ગરમાતા હવે સમગ્ર વિવાદ રાજકીય રંગે રંગાયો છે. પોલીસે શનિવારે આરે કોલોની અને આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આરે કોલોનીના વૃક્ષો કાપવાના મુદ્દે સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરો […]

Continue Reading

અમેરિકાનો ભારતને ઝાટકો આપી આપ્યો પાકિસ્તાનને સાથ, કાશ્મીર મામલે કર્યો ધડાકો

પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ની નાબૂદી બાદ પહેલીવાર અમેરિકી સંસદે કાશ્મીર મામલામાં હસ્તક્ષેપ કરતાં કાશ્મીરની સ્થિતિને માનવીય કટોકટી ગણાવી તાત્કાલિક અંત લાવવાની માગ કરી છે. અમેરિકી સંસદના ઉપલા ગૃહ ગણાતી સેનેટની વિદેશ મામલાની સમિતિએ વર્ષ 2020 માટેના વિદેશો માટેનો કાયદો ઘડાય તે પહેલાં તેના અહેવાલમાં કાશ્મીરમાં સર્જાયેલી માનવીય કટોકટીનો અંત લાવવાની અપીલ […]

Continue Reading

હાર્દિકની પીઠની સર્જરી સફળ રહી, 6 મહિના પછી ક્રિકેટમાં કમબેક કરશે

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લંડનમાં સફળતાપૂર્વક સર્જરી કરાવી છે. હાર્દિકને પીઠની નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો હતો. તેથી તેને સર્જરી કરાવી પડી હતી. તે હવે મિનિમમ 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. 25 વર્ષીય હાર્દિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું કે, “સર્જરી સફળ રહી. તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. હું જલ્દી કમબેક કરીશ, ત્યાર […]

Continue Reading

અનંતનાગમાં ડેપ્યુટી કમિશનર કાર્યાલય પર ગ્રેનેડથી હુમલો , 10 લોકો ઘવાયા

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં શનિવારે સવારે ડેપ્યુટી કમિશનર કાર્યાલય પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ ડીસી કાર્યાલયની સુરક્ષામાં તહેનાત સુરક્ષાબળો પર ગ્રેનેડ ફેંક્યો હતો અને ફરાર થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે. જેમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને એક પત્રકાર પણ સામાન્ય ઈજા થઈ છે. સર્ચ […]

Continue Reading

ગુજરાતમાં HSRP, હેલ્મેટ અને પીયુસીની મુદ્દત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે

તહેવારોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય કર્યો છે. પહેલા 15 ઓક્ટોબર સુધી જ આ સમય મર્યાદા હતી. અધિકારીઓનું કહેવું છે કે, વાહનચાલકોના હિતમાં આ નિર્ણય કર્યો છે. જો કે, એક પછી એક મુદ્દતમાં વધારો થતાં કાયદાના અમલ સામે જ સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મોટર વ્હીકલ અધિનિયમ 2019નો અમલ તા. 16મી […]

Continue Reading

ડોભાલ પછી હવે મોદી જશે સાઉદી અરેબિયા, દ્વિપક્ષી સંબંધોનો નવો વ્યુહાત્મક અધ્યાય લખાવાની શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં સાઉદી અરબના પ્રવાસે જઇ શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર રીતે તારીખની જાહેરાત થઇ નથી. મોદી અહીં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ પણ આ અઠવાડિયામાં સાઉદીની મુલાકાતે ગયા હતા. ન્યૂઝ એજન્સી પ્રમણે ડોભાલની આ યાત્રા દરમિયાન મોદીના પ્રવાસ પર સહમતિ બની […]

Continue Reading

ઈમરાન વિરુદ્ધ આઝાદી માર્ચનું એલાન, કટ્ટરપંથી પાર્ટીએ કહ્યું- સરકાર ઉખાડી ફેંકવા સુધી આંદોલન કરીશું

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે સમર્થન મેળવવામાં નાકામ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પરેશાનીઓ વધતી જણાઇ રહી છે. સુન્ની કટ્ટરપંથી ગ્રુપ જમિત ઉલેમા-એ-ઇસ્લામ(જેયૂઆઇ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સરકાર વિરુદ્ધ 27 ઓક્ટોબરથી ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ શરુ કરવાની જાહેરાત કરી છે. રહેમાને પાકિસ્તાનના આર્થિક સંકટ માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે અમારી લડાઇ સરકારને ઉખાડીને […]

Continue Reading

સુરત : દૈનિક ૨૦ મિલિયન મુસાફરો ધરાવતું સુરત રેલ્વે સ્ટેશન સ્વચ્છતામાં અવ્વલ

સુરત રેલવે સ્ટેશન વર્ષ ૨૦૧૬માં પ્રથમ ક્રમે આવ્યું હતું. બાદમાં ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું હતું. વર્ષ ૨૦૧૯ના સર્વેક્ષણ દરમિયાન મુસાફરોના ઓપિનિયન સાથે જ રેલ્વે સ્ટેશનનો પણ સર્વે કરાયો હતો. જેમાં ૧૮ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોમાં સુરત રેલ્વે સ્ટેશન જયપુર તેમજ જોધપુરની જેમ ખરૂં ઉતર્યું હતું. જેથી નોન સબર્બન રેલ્વે સ્ટેશનમાં […]

Continue Reading

દુરદર્શનના અધિકારીએ રોક્યું હતું PMનું ભાષણ, થયા સસ્પેન્ડ

પ્રસાર ભારતીએ ચેન્નઈ દુરદર્શન કેન્દ્રના અધિકારીને અનુશાસનાત્મક કાર્યવાહીનું કારણ આપીને સસ્પેન્ડ કરી દીધાં છે. દુરદર્શન કેન્દ્રની સહાયક નિયામક આર વસુમથીએ કથિતપણે IIT મદ્રાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું પ્રસારણ રોકી દીધું હતું. સુત્રોનું કહેવું છે કે, સિનિયર અધિકારીઓ દ્વારા ડીડી પોડિગઈ ટીવી પર પ્રસારિત કરવામાં આવનારા વડાપ્રધાન મોદીના ભાષણને મંજુરી આપી દીધી હતી, પરંતુ આર. વાસુમથીએ […]

Continue Reading