શ્રીલંકામાં ફરી ઍલર્ટ, વિસ્ફોટક ભરેલી ટ્રક શહેરમાં દાખલ થયાની માહિતી

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ મુદ્દે તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં ન લેવાતાં હોબાળો મચ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તપાસ એજન્સી ઘણા સમયથી તૌહીદ જમાત જેહાદી સંગઠનની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું અને આવા હુમલા અંગે પોલીસને આશંકા પણ વ્યક્ત કરી હતી. બ્લાસ્ટમાં […]

Continue Reading

મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં હૃદયરોગના હુમલામાં એકનું મોત

લોકસભાના ત્રીજા તબક્કા માટે મંગળવારે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન કેરળના અલગ અલગ બૂથ પર સાત લોકોનાં મોત થયા છે. સાતમાંથી એક વ્યક્તિનું મોત મતદાર યાદીમાં નામ ન હોવાથી હૃદયરોગનો હુમલો આવવાથી થયું છે. વ્યક્તિ જ્યારે મતદાન આપવા પહોંચ્યો ત્યારે તેનું નામ યાદીમાં ન હોવાથી તેને હુમલો આવી ગયો હતો. બીજા એક વ્યક્તિ મરાર વેણુગોપાલ […]

Continue Reading

કન્નૂરમાં VVPAT મશીનમાં નીકળ્યો સાંપ, થોડા સમય માટે મતદાન અટક્યું

લોકસભા ચૂંટણીના ત્રીજા તબ્બાકા માટે આજે કન્નૂરના એક મતદાન કેન્દ્ર પર ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે વીવીપેટ મશીનમાં અચાકન સાંપ આવી ગયો. સાંપ કાઢવાને લીધે થોડા સમય માટે મતદાન અટકાવવું પડ્યું હતું. મય્યિલ કંડક્કાઈમાં એક મકદાન કેન્દ્ર પર વીવીપેટ મશીનમાંથી એક નાનો સાંપ બહાર આવ્યો જેને જોઈને અધિકારી અને મતદાતા ગભરાઈ ગયા હતા. જોકે સાંપને ત્યાંથી […]

Continue Reading

રાજકોટમાં ગુપ્ત મતદાન નિયમનો ભંગ, EVM અને VVPATનો VIDEO થયો વાઈરલ

રાજકોટમાં મતદાનનાં વખતે ચૂંટણી નિયમનો ભંગ થયો છે. આજે જ્યારે દેશભરમાં ગુપ્ત મતદાનની જાગૃતિ ફેલાવવામાં આવે છે ત્યારે રાજકોટનાં ભાજપ કોંગ્રેસ બંને પ્રતિસપર્ધીઓનો વીડિયો વાયરલ થયો છે કે તેઓને વોટ મળી રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારિયા અને કોંગ્રેસનાં લલિત કગથરાને વોટ મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ […]

Continue Reading

જેટ એરવેઝના નરેશ ગોયલે SCના મુખ્ય ન્યાયાધીશને ફસાવ્યા હોવાનો વકીલનો દાવો

સુપ્રીમ કોર્ટે ઉત્સવ બેઈન્સ નામના વકીલને બુધવારે અંગતરૂપે હાજર થવા અંગેના નિર્દેશ જારી કાર્ય છે. બેઈન્સનો એવો દાવો છે કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ રંજન ગોગોઇને એક મોટા કાવતરા અંતર્ગત જાતીય શોષણના કેસમાં ફસાવવામાં આવ્યા છે. બેઈન્સનો આરોપ છે કે, આ મામલે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો તેમાં હાથ હોઈ શકે છે. જસ્ટિસ અરુણ મિશ્રના નેતૃત્વવાળી […]

Continue Reading

‘ચોકીદાર ચોર હૈ’ વાળા નિવેદન પર રાહુલને સુપ્રીમ કોર્ટની નોટિસ

‘ચોકીદાર ચોર હૈ’ વાળા નિવેદન પર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. આ મામલે વધુ સુનાવણી તા. 30મી એપ્રિલના રોજ કરવામાં આવશે. બીજેપીના સાંસદ મિનાક્ષી લેખીએ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમે રાહુલ ગાંધીન નોટિસ પાઠવી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે દાખલ કરવામાં આવેલી પિટિશન પર પણ 30મી […]

Continue Reading

સામૂહિક ગેંગરેપ કેસ : બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર ચુકવવાનો આદેશ

ચકચારી બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકારને પીડિતા બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સુપ્રીમે ગુજરાત સરકારને પીડિતાને સરકારી નોકરી તેમજ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશ કર્યો છે. દુષ્કર્મ સમયે બિલ્કિસની ઉંમર 21 વર્ષ હતી. સામૂહિક દુષ્કર્મ ઉપરાંત બિલ્કિસના પરિવારના 14 […]

Continue Reading

BJPમાં જોડાયા બાદ સન્ની દેઓલે કહ્યુ- ‘પાપા અટલજી સાથે હતા, હું મોદીજી સાથે જોડાયો

બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ બીજેપીમાં જોડાઈ ગયા છે. અહેવાલ છે કે બીજેપી સન્નીને પંજાબની ગુરદાસપુરથી ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ બીજેપીમાં સામેલ થવાની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી. સન્ની દેઓલે 19 એપ્રિલે પુણે એરપોર્ટ પર બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી શક્યતા જોવામાં આવતી […]

Continue Reading

કોલંબો સહિત 3 શહેરોમાં 8 સીરિયલ બ્લાસ્ટ, 262નાં મોતથી હચમચી ઉઠ્યું શ્રીલંકા

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ સીરિયલ બ્લાસ્ટ થયા. જેમાં 35 વિદેશીઓ સહિત 262 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાં 4 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના રોયટર્સના દાવા મુજબ, આ વિસ્ફોટમાં સામેલ 7 જેટલાં સંદિગ્ધોની ધરપકડ કરવામાં […]

Continue Reading

ઓડિશામાં ચૂંટણી હિંસક બની, BJD-BJP ઉમેદવારો પર બોંબ ફેંકાયા

ઓડિશામાં ચૂંટણી હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ભુવનેશ્વર-મધ્યથી બીજેડીના ધારાસભ્ય અને ઉમેદવાર તથા ભુવનેશ્વરના પૂર્વ મેયર અનંત નારાયણ જીણા પર રવિવારે રાત્રે બોંબ ફેંકાયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થવાથી અનંત નારાયણને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યાલય પાસે ભુવનેશ્વર-મધ્યમાં જ ભાજપના ધારાસભ્ય ઉમેદવાર જગન્નાથ પ્રધાનના વાહન પર પણ બોંબ […]

Continue Reading