મહારાષ્ટ્રમાં રાજ્યપાલે BJPને આપ્યું સરકાર બનાવવા આમંત્રણ, 11 નવેમ્બર સુધી પાડવો પડશે ‘ખેલ’

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ભાજપને 11 નવેમ્બર સુધી વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની રહેશે. મહારાષ્ટ્રમાં 13મી વિધાનસભાનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ ગયો છે. જો કે અત્યાર સુધી રાજ્યમાં નવી સરકાર બનાવવાને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી. ઉલ્લેખનીય છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારનાં […]

Continue Reading

નિર્ણયની ઘડી: અયોધ્યા જમીન વિવાદ પર શનિવારે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપશે

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો.  જો કે શનિવારે આ નિર્ણયની ક્ષણ આવી પહોંચી છે. શનિવાર, એટલે કે 9 […]

Continue Reading

2000ની નોટો ચલણમાંથી દુર કરવી જોઈએ, પૂર્વ નાણા સચિવનુ સરકારને સૂચન

દેશના લોકો 2016ની નોટબંધીને જોઈ ચુક્યા છે. આજે આ નિર્ણયને ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે સરકારમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ નાણા સચિવે 2000ની નોટો ચલણમાં રાખવાનો કોઈ અર્થ નથી તેવુ સૂચન સરકારને કર્યુ છે. વીઆરએસ લેનારા પૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગનુ કહેવુ છે કે, ભવિષ્યમાં 2000ની નોટ સરકાર ચલણમાંથી દુર કરી શકે છે. સુભાષચંદ્ર ગર્ગે […]

Continue Reading

મેદાન પર રોહિત શર્માએ ગુમાવ્યો પિત્તો, થર્ડ અમ્પાયરને આપી ગાળો

બાંગ્લાદેશ સામે રાજકોટમાં રમાયેલી બીજી ટી 20માં ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને જીત અપાવી હતી. જોકે રોહિત શર્મા બેટિંગની સાથે સાથે મેદાનમાં બનેલી એક ઘટનાને કારણે ચર્ચામાં આવી ગયો છે. રોહિત શર્માએ થર્ડ અમ્પાયરના એક નિર્ણય પર મેદાન પર પિત્તો ગુમાવ્યો હતો અને થર્ડ અમ્પાયરને ગાળો આપી હતી. જેનો વિડિયો ક્રિકેટ ચાહકોમાં […]

Continue Reading

મોદી સરકારનો મોટો નિર્ણય, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડી

ગાંધી પરિવાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી કરી રહી છે. સુત્રો પાસેથછી મળતી વિગતો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, ગાંધી  પરિવાર પાસેથી SPG સુરક્ષાને હટાવી લેવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં SPGની જગ્યાએ Z+ સુરક્ષા આપવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા […]

Continue Reading

સીસીટીવી ફુટેજઃ ડીસીપી મોનિકા હાથ જોડી રહી હતી, વકીલો તેમની સાથે ઉગ્રતાભેર ગેરવર્તાવ કરી રહ્યા હતા

પોલીસ અને વકીલો વચ્ચે 2જી નવેમ્બરે તીસ હજારી કોર્ટમાં થયેલી હિંસા દરમિયાન વકીલોએ નોર્થ ડીસીપી મોનિકા ભારદ્ધાજ સાથે ગેરવર્તન કર્યું હતું. આ ઘટનાની એક સીસીટીવી ફુટેજ શુક્રવારે સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે હિંસાની સૂચના બાદ ડીસીપી ભારદ્ધાજ પોલીસ કર્મીઓ સાથે કોર્ટ પરિસર પહોંચી હતી, ત્યાં વકીલોની ભીડ તેમની તરફ દોડી […]

Continue Reading

સસ્પેન્ડેડ lAS ગૌરવ દહિયાને લીનુસિંહ કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસની ક્લિનચીટ

સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે ક્લિનચીટ મળી હોવાની વિગતો સામે આવી રહી છે. બાળકી પણ દહિયાની ન હોવાનું સામે આવ્યું છે અને મહિલા પરિણીત હોવાનો ખુલાસો થયો છે. દિલ્હીમાં લીનુસિંહ નામની મહિલાએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી સામે પરિણીત હોવા છતાં લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત […]

Continue Reading

પાકિસ્તાન ઉદઘાટન સમારોહમાં પણ શ્રદ્ધાળુઓ પાસેથી રૂ. 1400 લેશે, પહેલા આ દિવસે ફી નહીં લેવાની વાત કહી હતી

પાકિસ્તાનની સેનાએ પોતાના વડાપ્રધાન ઈમરાન ખાનનો બીજો વાયદો પણ રદ કર્યો છે. પાકિસ્તાનની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે એટલે કે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનના પ્રસંગે ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર (રૂ.1400 ) લેવામાં આવશે. અગાઉ ઈમરાન ખાને જાહેરાત કરી હતી કે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનના પ્રસંગે ભારતીય શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર વસુલવામાં આવશે નહિ. […]

Continue Reading

ભારત વર્ષ 2023માં પુરુષ વર્ગમાં હોકી વર્લ્ડ કપની યજમાની કરશે, 13મીથી 29મી જાન્યુઆરી વચ્ચે યોજાશે ટુર્નામેન્ટ

પુરુષ વર્ગમાં હોકી વર્લ્ડ કપ માટે ભારતને ફરી વખત યજમાની કરવાની તક છે. આ સાથે હવે ભારત સતત બીજી વખત વર્લ્ડ કપ ટુર્નામેન્ટની યજમાની કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ અગાઉ ભારતે વર્ષ 2018 માં ભુવનેશ્વરમાં પુરુષોની હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારત હવે વર્ષ 2023માં યોજાનારી પુરુષ હોકી વર્લ્ડ કપની યજમાની કરશે. […]

Continue Reading

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, કહ્યું- અમારા મિત્ર શિવસેનાનો આભારી છું

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે, ભાજપ સરકાર રચવા હજુ સુઈ કોઈ દાવો રજૂ કર્યો નથી ત્યારે આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસ ગુરુવાર સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા. ફડણવીસે કહ્યું કે રાજ્યપાલે મારું રાજીનામું સ્વિકારી લીધું છે. […]

Continue Reading