પાલનપુર માં લાશ મળી આવતાં ચકચાર

અમદાવાદ હાઇવે નજીક આવેલી એક ટેન્કર બનાવવાની ફેક્ટરીમાં કામ કરતો વેલ્ડર રવિવારે બપોરે ચા પીવા ગયા બાદ ગુમ થઇ ગયો હતો.જેને લઇ તેની સાથે કામ કરતા પરિવારજનો સહિત સાથી કામદારોએ તેની શોધખોળ કરી પરંતુ મોડી રાત સુધી તેનો કોઇ પતો લાગ્યો ન હતો.જ્યારે સોમવારે વહેલી સવારે હાઇવે નજીકથી વેલ્ડરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ […]

Continue Reading

બંગાળ, યુપી, પંજાબમાં હિંસા વચ્ચે સાતમા તબક્કામાં મતદાન

લોકસભાની ચૂંટણીનાં છેલ્લા સાતમા તબક્કામાં પશ્ચિમ બંગાળ, પંજાબ અને યુપીમાં બોમ્બ વિસ્ફોટ અને વાહનોને આગચંપીની હિંસક ઘટનાઓ વચ્ચે સરેરાશ ૬૪ ટકા મતદાન થયું હતું. ૮ રાજ્યોની કુલ ૫૯ સીટ માટે મતદાન સંપન્ન થતાં જ આખા દેશમાં કુલ ૫૪૨ સીટ પર મતદાન પૂર્ણ થયું હતું, હવે સૌની નજર ૨૩મીએ જાહેર થનારા પરિણામો પર છે. રવિવારે ૮ […]

Continue Reading

ગુજરાતના 5 એક્ઝિટ પોલ : ભાજપને 25 બેઠક, એકનો દાવો 26નો, એકે 22 આપી

ગુજરાતે આ વખતે 52 વર્ષનો વિક્રમ તોડીને મતદાન કર્યું હતું. ત્યારે કહેવાયું હતું કે કોઈ અન્ડર કરન્ટ છે. હવે એક્ઝિટ પોલે આ દાવા પર મહોર મારી છે. રવિવારે આવેલા તમામ એક્ઝિટ પોલ ગુજરાતમાં ભાજપનો 2014 જેવા બમ્પર વિજયનો દાવો કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગમે તે થયું હોય, પરંતુ 2019માં ફરી એક વખત ગુજરાત […]

Continue Reading

સૌરાષ્ટ્રમાં 5 ડેમો ભરાયા હતા, તંત્રના કયા પાપે લોકોને પાણી માટે મારવા પડે છે વલખા!

સૌરાષ્ટ્રમાં પેદા કરવામાં સરકારની અણઆવડતે પણ મોટો રોલ ભજવ્યો છે કેમ કે આંકડાં કહે છે કે, ૨૦૧૭ની તુલનામાં ૨૦૧૮ના ચોમાસામાં સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના ૨૭ ડેપ પૈકી ૭ ડેમ ૮૮થી ૧૦૦ ટકા ભરાયા હતા. અલબત્ત બાકીના ૨૦ ડેમમાં ઓછા વરસાદથી ઓછું પાણી આવ્યું હતું તેય હકીકત છે. અમરેલીનો ધાતરવાડી ડેમ, ગીર-સોમનાથના હિરણ-૨, મછુન્દ્રી, રાવળ ડેમ તથા […]

Continue Reading

વિપુલ ચૌધરીની કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે બેઠક

લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગુરૂવારે મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીએ ડેરીના ગેસ્ટ હાઉસમાં કોંગ્રેસના આગેવાનો સાથે બંધ બારણે મળેલી બેઠકે અનેક તર્કવિતર્કો સર્જ્યા છે. ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમા જોડાવવાની તૈયારી કરતા હોવાની પણ અટકળો વહેતી થઇ હતી. મહેસાણામા ઠાકોર સમાજના સમૂહલગ્નમાં હાજરી આપ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ […]

Continue Reading

બંગાળમાં અમિત શાહની રેલીને પરવાનગી મળી નહીં, 3 રેલી રદ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળના જાદવપુરમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી નથી. શાહ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન પહેલા જાદવપુરમાં રેલી કરવા ઈચ્છતા હતા. સૂત્રો અનુસાર જિલ્લા વહીવટીતંત્રએ પહેલા ભાજપ અધ્યક્ષના હેલિકૉપ્ટરને અહીં ઉતરવાની અનુમતિ આપી હતી. આ પહેલીવાર નથી જ્યારે અમિત શાહને અનુમતિ આપવામાં આવી નથી. અગાઉ આ વર્ષના જાન્યુઆરીમાં પણ […]

Continue Reading

જાણો, પીએમ મોદીના મતે લોકસભા ચૂંટણીમાં કોના તરફી લહેર મજબૂત છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જનમેદનીને જણાવ્યું કે ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી લહેર 2014ની તુલનાએ ઘણી મજબૂત જણાય છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને આડેહાથ લીધો હતો અને જણાવ્યું કે ‘કોંગ્રેસે જલિયાંવાલા બાગની ૧૦૦મી વરસી ઉપર પણ રાજકારણ કર્યું. પરંતુ હવે ભાજપ તરફી પવન વધુ જોરથી […]

Continue Reading

અમિત શાહ આજે કલોલમાં, જાણો શું છે પ્રોગ્રામ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં મેગા રોડ-શો દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમણે સરખેજ અને સાબરમતીમાં રોડ શો યોજી પ્રચંડ પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. હવે ગાંધીનગર લોકસભા બેઠક પર ઐતિહાસિક મતોની લીડથી જીતવા માટે અમીત શાહ વધુ એક વખત અમદાવાદ આવી પહોંચ્યા છે. રવિવારે અમિતભાઇ બપોર સુધી સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા […]

Continue Reading

કર્ણાટકમાં PMના હેલિકોપ્ટરમાંથી ઉતારેલા ‘બ્લેક બોક્સ’નો વિવાદ

ચૂંટણી ઘમાસાણ વચ્ચે હવે ભારતના રાજકારણમાં એક બ્લેક બોક્સ વિવાદનું કારણ બન્યું છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક બ્લેક બોક્સ ઉતારીને એક ગાડીમાં રખાયું હતું. કોંગ્રેસ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો હતો. કોંગ્રેસ વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને સવાલ કર્યા હતા કે, આ બોક્સમાં શું […]

Continue Reading

માઉન્ટ એવરેસ્ટ નજીક વિમાન ક્રેશ, 3નાં મોત, નેપાળની ઘટના

નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક એક નાનું વિમાન ઉડાન ભરતા સમયે ત્યાં પાર્ક કરેલા હેલિકોપ્ટર સાથે ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ચાર લોકો ઘવાયા છે. ઉડ્ડયન અધિકારી રાજ કુમાર છેત્રીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે સુમીત એરનું એક વિમાન કાઠમાંડુના લુકલા વિસ્તારના એરપોર્ટ પરથી ઉડાન […]

Continue Reading