ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળના જાદવપુરમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી નથી. શાહ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન પહેલા જાદવપુરમાં રેલી કરવા ઈચ્છતા હતા.
સૂત્રો અનુસાર જિલ્લા વહીવટીતંત્રએ પહેલા ભાજપ અધ્યક્ષના હેલિકૉપ્ટરને અહીં ઉતરવાની અનુમતિ આપી હતી. આ પહેલીવાર નથી જ્યારે અમિત શાહને અનુમતિ આપવામાં આવી નથી.
અગાઉ આ વર્ષના જાન્યુઆરીમાં પણ અમિત શાહના હેલિકોપ્ટરને માલદા જિલ્લામાં લેન્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. શાહને માલદા જિલ્લામાં રેલીને સંબોધિત કરવી હતી. જોકે વહીવટીતંત્રએ અંતિમ સમયે શાહની રેલીને આયોજિત કરવાની અનુમતિ આપી હતી.
તે સમયે પોતાના બચાવમાં માલદા વહીવટીતંત્રએ કહ્યુ હતુ કે નિર્માણ કાર્યના કારણે તે સમયે VVIP લોકોના હેલિકૉપ્ટરને અનુમતિ આપવી સંભવ નથી. ત્યાં ભાજપ નેતા રવિ શંકર પ્રસાદે દાવો કર્યો હતો કે જે જગ્યાએ શાહને ઉતરવાનું હતુ,