મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. અહીં એક સ્કૂલ શિક્ષકની ખરાબ વર્તનને કારણે ધરપકડ કરી લેવામાં આવી છે. ખરેખર સ્કૂલ શિક્ષક પર આરોપ છે કે તેને એક છાત્રાને તેની ભૂલ પર સમજાવવાને બદલે સ્કૂલના બાકીના બાળકો ઘ્વારા 168 થપ્પડ મરાવ્યા. આપને જણાવી દઈએ કે બાળકીની ભૂલ ફક્ત એટલી જ હતી કે તે હોમવર્ક કરીને આવી ના હતી. આપને જણાવી દઈએ કે આ ઘટના પછી પોલીસે 5 મહિના પછી શિક્ષક પર કાર્યવાહી કરી.
ઝાબુઆના રહેવાસી શિવપ્રતાપ સિંહની દીકરી ત્યાં સરકારી સ્કૂલના છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે 11 જાન્યુઆરીએ હોમવર્ક કરીને આવી ના હતી. તેનાથી ગુસ્સે થયેલા શિક્ષકે ક્લાસની 14 છાત્રાઓ ઘ્વારા તેને થપ્પડ મરાવ્યા. પિતાનું કહેવું છે કે તે દિવસમાં બે વાર આવું કરતો હતો અને આ સિલસિલો 6 દિવસ સુધી ચાલ્યો. છોકરીના પિતાને 22 જાન્યુઆરીએ તેની ખબર પડી, ત્યારે તેને શિક્ષક સામે પોલીસમાં ફરિયાદ કરી.

