લોકસભા ચૂંટણી 2019 : શા માટે ભાજપની સામે પડ્યાં છે મમતા બેનરજી?

મુખ્ય સમાચાર રાજકીય

મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોલકાતામાં રોડ-શો યોજ્યો હતો, દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ મુદ્દે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા એકબીજાની ઉપર આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે. આમ તો, કેન્દ્ર અને ભાજપની વિરુદ્ધ મમતાની ઝુંબેશ તો 2014માં એનડીએ સરકારના સત્તામાં આવ્યા બાદથી જ ચાલી રહી છે.

પરંતુ ખાસ કરીને છેલ્લા દોઢ-બે વર્ષ દરમિયાન તેઓ અર્જુનની ભૂમિકામાં આવી ગયાં છે. હવે તેમને માછલીની આંખ સિવાય કંઈ બીજું નથી સૂઝતું. માછલીની આંખ એટલે કે વડા પ્રધાનની ખુરશી. તેઓ હવે આ લક્ષ્‍યને વીંધવામાં જોતરાયાં છે. મમતાએ પોતે તો હમણાં સુધી આ વિષયમાં સીધું કંઈ નથી કહ્યું, પરંતુ તેમની પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તા માને છે કે તેઓ જ દેશના આગામી વડાં પ્રધાન બનશે.

ગત વર્ષે 21 જુલાઈની રેલી દરમિયાન તમામ નેતાઓએ એક સૂરમાં આ વાત દોહરાવી હતી.