સૌરાષ્ટ્રમાં પેદા કરવામાં સરકારની અણઆવડતે પણ મોટો રોલ ભજવ્યો છે કેમ કે આંકડાં કહે છે કે, ૨૦૧૭ની તુલનામાં ૨૦૧૮ના ચોમાસામાં સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના ૨૭ ડેપ પૈકી ૭ ડેમ ૮૮થી ૧૦૦ ટકા ભરાયા હતા. અલબત્ત બાકીના ૨૦ ડેમમાં ઓછા વરસાદથી ઓછું પાણી આવ્યું હતું તેય હકીકત છે.
અમરેલીનો ધાતરવાડી ડેમ, ગીર-સોમનાથના હિરણ-૨, મછુન્દ્રી, રાવળ ડેમ તથા જૂનાગઢનો ઓઝત-૨ ડેમ એમ પાંચ નાના ડેમ ૨૦૧૮માં ૧૦૦ ટકા ભરાયા હતા. વર્ષ ૨૦૧૭ના ચોમાસામાં ગીરસોમનાથના ઉક્ત ત્રણે ડેમ ૧૦૦ ટકા ભરાયા હતા, પણ ધાતરવાડી ૬૩.૪૧ ટકા અને ઓઝત-૨ ૮૬.૧૬ ટકા જ ભરાયો હતો.રાજકોટનો ભાદર-૨ ડેમ અને ફોફલ-૧ ડેમ ૨૦૧૭ અને ૨૦૧૮માં લગભગ સરખા જ ભરાયા હતા. ૨૦૧૮માં ભાદર-૨માં ૯૪.૨૯ ટકા અને ફોફલ-૧માં ૮૭.૮૬ ટકા પાણી આવ્યું હતું. બોટાદ અને સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્રના ૯ જિલ્લાનો સરકારી રિપોર્ટ કહે છે કે, ૨૦૧૮માં ૯ જિલ્લાના ૨૦ ડેમ પૈકી ૫ ડેમમાં ૫ ટકા કરતાં ઓછું અને ૪ ડેમમાં ૨૦ ટકા ઓછું પાણી આવ્યું હતું,જેથી સૌરાષ્ટ્રમાં પાણીની કારમી સ્થિતિ અત્યારે છે. પોરબંદરના ખંભાળા ડેમ ૪.૪૯ ટકા, મોરબીનો બ્રાહ્મણી-૨ ડેમ ૩.૩૮ ટકા, દ્વારકાનો ઘી ડેમ ૨.૩૯ ટકા તથા વર્તુ-૨ ડેમ ૩.૬૩ ટકા તથા રાજકોટનો વેરી ડેમ ૪.૧૪ ટકા જ ભરાયો હતો. ઘી ડેમ ૯૭ ટકા, વર્તુ-૨ ડેમ ૯૮ ટકા તથા વેરી ડેમ ૧૦૦ ટકા ૨૦૧૭માં ભરાયા હતા. ૨૦૧૭માં મોરબીનો બ્રાહ્મણી-૧, દ્વારકાનો સાની ડેમ ૯૮ ટકા, જામનગરનો સસોઈ તથા ઉન્ડ ડેમ ૧૦૦-૧૦૦ ટકા, આજી-૧ ૧૦૦ ટકા તેમજ મચ્છુ-૧ અને ૨ પણ ૯૯ ટકા કરતાં વધુ ભરાયા હતા.

