ગુજરાતના 5 એક્ઝિટ પોલ : ભાજપને 25 બેઠક, એકનો દાવો 26નો, એકે 22 આપી

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાતે આ વખતે 52 વર્ષનો વિક્રમ તોડીને મતદાન કર્યું હતું. ત્યારે કહેવાયું હતું કે કોઈ અન્ડર કરન્ટ છે. હવે એક્ઝિટ પોલે આ દાવા પર મહોર મારી છે. રવિવારે આવેલા તમામ એક્ઝિટ પોલ ગુજરાતમાં ભાજપનો 2014 જેવા બમ્પર વિજયનો દાવો કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગમે તે થયું હોય, પરંતુ 2019માં ફરી એક વખત ગુજરાત મોદી-મોદી કરી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને ક્યાંય બેઠકો નહીં મળે તો પણ સૌરાષ્ટ્રમાં મળી શકે છે. તેનો અર્થ એ થયો કે ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણમાં ભાજપની લહેર જળવવાઈ રહી છે. જોકે, આ માત્ર એક્ઝિટ પોલ છે. વાસ્તવિક પરિણામ 23 મેએ જ ખબર પડશે.2017ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી. પરંતુ ભાજપે તાત્કાલિક પોતાના ગઢને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો. ભાજપે પ્રદેશના 86366 પોલિંગ બૂથો માટે દરેક બૂથ પર અંદાજે 14થી 12 સમિતિ સ્તરની બેઠકો કરી. અહીં છ મહિના પહેલાથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો હતો. એક માહિતી મુજબ ભાજપે અહીં નાની-મોટી મળીને અંદાજે 7,000 સભાઓ કરી.