અભિનંદન અને મિરાજ 2000ની સ્ક્વૉડ્રન, મિંટી અગ્રવાલના સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ સન્માનિત કરશે

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની 51મી સ્ક્વૉડ્રનઅને મિરાજ 2000ની 9 સ્ક્વૉડ્રન, ફ્લાઈટ કન્ટ્રોલર મિંટી અગ્રવાલના 601 સિગ્નલ યુનિટને વાયુસેના પ્રમુખ આરકેએસ ભદોરિયા એરફોર્સ ડે પર પ્રશંસા પત્રથી સન્માનિત કરશે. આ ત્રણેય યુનિટને આ સન્માન 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં જૈશ-એ-અહમદના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવા અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકૂ વિમાનોને હુમલામાં નિષ્ફળ કરવા માટે આપવામાં આવશે. […]

Continue Reading

હૈદરાબાદના ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું ટ્રેનર એરક્રાફટ ક્રેશ, 2 પાયલટના મોત

તેલંગાનાના વિકારાબાદ જિલ્લામાં રવિવારે એક ટ્રેનર એરક્રાફટ દુર્ઘટનાગ્રસ્ત થવાથી બે પાયલટના મોત થયા છે. તેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન હૈદરાબાદના એક ફલાઈંગ ઇન્સ્ટિટ્યૂટનું હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને ટ્રેની પાયલટોએ હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. બાદમાં આ વિમાન હૈદરાબાદથી 100 કિલોમીટર દૂર એક ગામમાં ક્રેશ થઈ […]

Continue Reading

અમદાવાદથી ઉપડતી 7 ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે, 5 વિશેષ ટ્રેનો પણ દોડાવાશે

દિવાળીના તહેવારોને લઈ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન અમદાવાદથી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ ભારતમાં જતી વિવિધ ટ્રેનોમાં તેમજ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી ટ્રેનોમાં વધારાના 3 ટિયર એસી કોચ, સ્લીપર કોચ જોડવામાં આવશે. ઉપરાંત પાંચ સ્પેશિયલ ટ્રેન પણ દોડાવાશે. તહેવારોની સિઝનને લઈ ટ્રેનોમાં મુસાફરોની વધતી ભીડને લઈ પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 30 ટ્રેનોમાં વધારાના કોચ લગાડવામાં […]

Continue Reading

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક પુલ ધરાશાયી, ચાર કાર ખાબકી

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક આજે પુલ ધરાશાયી થયો હતો. આ દરમિયાન તેના પરથી પસાર થતી ત્રણથી ચાર કાર પણ નીચે ખાબકી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ગીર વિસ્તારમાં વધુ વરસાદથી કોઝવે તૂટ્યો જૂનાગઢથી મેંદરડા થઇને સાસણ તરફ જતા માલણકા પાસે આવેલો પુલ આજે […]

Continue Reading

POKથી 1 લાખ લોકોની LOC તરફ કૂચ, 8 કિમી દૂર અટકાવાઈ, કેટલાકે પહાડ પર ચઢી આગળ જવાની કોશિશ કરી

પાક. કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)થી રવિવારે મોટી સંખ્યામાં પાક. સમર્થક લોકોએ એલઓસી તરફ આવવા કૂચ કરી હતી. જોકે પાક. પોલીસે તેમને 7થી 8 કિલોમીટર દૂર જ અટકાવી દીધા હતા. મીડિયાના અહેવાલ મુજબ 1 લાખ લોકો ભેગા થયા છે. મોટા ભાગના યુવાનો છે જે પીઓકેની રાજધાની મુજફ્ફરાબાદથી શનિવારે ગઢીદુપટ્ટા આવી ગયા હતા. રાત્રે ત્યાં રોકાયા પછી […]

Continue Reading

નજરકેદમાં રહેલા ફારૂક અબ્દુલાને આ પ્રતિનિધિમંડળ મળી શકશે, તંત્રએ આપી મંજૂરી

જમ્મુ-કાશ્મીરના સરકારી તંત્રએ નેશનલ કોન્ફ્રેન્સના જમ્મુ યુનિટના પ્રતિનિધિમંડળને પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી છે. ફારૂક અને ઓમર બંને પાંચ ઓગષ્ટથી નજરકેદ છે. પાર્ટીના પ્રવક્તા મદન મંટૂએ આ અંગે જાણકારી આપી છે. જમ્મુ નેશનલ કોન્ફ્રેન્સનું આ પ્રતિનિધિમંડળ રવિવારે બંને નેતાઓને મળશે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નિરસ્ત થયા બાદથી નેતાઓ અને ભાગલાવાદીઓને […]

Continue Reading

નવજીવન ક્રેડિટ કો. ઓપ.ની બંને બ્રાંચો પર CID ત્રાટકીઃ 4500 લોકોનાં નાણાં સલવાયા

બેન્કથી વધુ વ્યાજ આપવાની લાલચ આપીને હજ્જારો રોકાણકારોના કરોડો રૂપિયા ઓળવી જનારી નવજીવન ક્રેડિટ કો. ઓપ. સોસાયટી સામે સીઆઇડીએ તપાસ શરૂ કરી છે. શનિવારે આ બેન્કની રાજકોટની બંને બ્રાન્ચમાં તપાસ શરૂ કરાઈ હોવાના અહેવાલ મળ્યા છે. મળતી માહિતી મુજબ, બેન્કમાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત ૪૫૦૦થી વધુ લોકોના નાણાં સલવાયેલા છે. રાજસ્થાનના કેટલાક શખ્સોએ રાજકોટમાં બે, ગોંડલમાં એક […]

Continue Reading

બાંગ્લાદેશના તટીય ક્ષેત્રમાં ભારત લગાવશે સર્વેલન્સ સિસ્ટમ, બાંગ્લાદેશ આપશે નોર્થ-ઇસ્ટને LPG

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે મૂલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ભારત-બાંગ્લાદેશની મિત્રતા સંપૂર્ણ દુનિયા માટે ઉદાહરણરૂપ છે. શેખ હસીનાએ પણ જણાવ્યું હતુ, ભવિષ્યમાં બંને દેશ વચ્ચે સહયોગ વધુ વધશે. આ અવસરે ઉર્જા,કૌશલ અને સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું, આજે […]

Continue Reading

મુંબઈ મેટ્રો માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદન ચાલુ, વિરોધ કરનારા 38ની ધરપકડ

મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદનના મુદ્દે રાજકીય ધમસાણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સમયેજ આ મુદ્દો ગરમાતા હવે સમગ્ર વિવાદ રાજકીય રંગે રંગાયો છે. પોલીસે શનિવારે આરે કોલોની અને આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આરે કોલોનીના વૃક્ષો કાપવાના મુદ્દે સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરો […]

Continue Reading

અમેરિકાનો ભારતને ઝાટકો આપી આપ્યો પાકિસ્તાનને સાથ, કાશ્મીર મામલે કર્યો ધડાકો

પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ની નાબૂદી બાદ પહેલીવાર અમેરિકી સંસદે કાશ્મીર મામલામાં હસ્તક્ષેપ કરતાં કાશ્મીરની સ્થિતિને માનવીય કટોકટી ગણાવી તાત્કાલિક અંત લાવવાની માગ કરી છે. અમેરિકી સંસદના ઉપલા ગૃહ ગણાતી સેનેટની વિદેશ મામલાની સમિતિએ વર્ષ 2020 માટેના વિદેશો માટેનો કાયદો ઘડાય તે પહેલાં તેના અહેવાલમાં કાશ્મીરમાં સર્જાયેલી માનવીય કટોકટીનો અંત લાવવાની અપીલ […]

Continue Reading