ઓલેમ્પિક: રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ, 546 ઓલેમ્પિક મેડલ જીતનાર દેશ બધી જ રમતોમાંથી બહાર

વર્લ્ડ એન્ટી-ડોપિન્ગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. જેના લીધે હવે રશિયા આવતા વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલેમ્પિક અને 2022 બેંઇજિંગ  વિન્ટર ઓલેમ્પિકમાં ભાગ નહીં લઇ શકે. WADAએ રશિયા પર એક એન્ટી-ડોપિન્ગ લેબોરેટરી થકી ખોટા આંકડા રજૂ કર્યા હોવાનો આરોપસર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.  સમર ઓલેમ્પિકમાં રશિયાનો ઇતિહાસ જૂનો છે, પરંતુ 1996 પછી […]

Continue Reading

કર્ણાટકમાં કોંગ્રેસને મોટો ફટકો: પરાજય બાદ સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું

કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ કુલ 12 બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે કોંગ્રેસે ફક્ત બે બેઠકો પર વિજય મેળવી શકી છે. કોંગ્રેસના આવા કંગાળ પ્રદર્શન પર પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ અને વિપક્ષ નેતા સિદ્ધારમૈયાએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. આ બંને […]

Continue Reading

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને 13 દિવસ વિત્યા, પરંતુ ખાતાની ફાળવણી કરવામાં આવી નથી

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસની સરકાર બને 13 દિવસ વિતી ગયા છે, પરંતુ હજુ સુધી ખાતાઓની ફાળવણી કરવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરે એ 28 નવેમ્બરે શિવાજી પાર્કમાં ધૂમધામથી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, તેમની સાથે અન્ય 6 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં. પરંતુ તેઓને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. જો રાજકીય સૂત્રોનું માનીએ તો […]

Continue Reading

ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવવાના પ્રયત્ન કરી રહી છે ISI: ભારત સરકાર

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)એ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓને ફસાવવા માટે હનીટ્રેપનો ઉપયોગ એક હથિયાર તરીકે કર્યો છે. સરકારે આ ખુલાસો રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કર્યો હતો.  રાજ્ય રક્ષા મંત્રી શ્રીપદ નાઇકે સોમવારે જણાવ્યું કે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને નિયમિત રીતે વિદેશી ગુપ્તચર એજન્સી દ્વારા હનીટ્રેપ પર મોડસ ઓપરેન્ડી સ્તરે જાગરુત કરવામાં આવે છે.  […]

Continue Reading

કોંગ્રેસની વિધાનસભા કૂચ અટકાવવા નેતાઓ પર વોટરકેનનનો મારો, અમિત ચાવડાની અટકાયત

ગુજરાત વિધાનસભાનુ ત્રિદિવસીય સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે. જોકે, વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા જ રોડ સંગ્રામ જોવા મળ્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના કારણે મોટાભાગના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પણ અટકાયત કરાઈ હતી. તો વિદ્યાર્થીઓ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો […]

Continue Reading

ઓવૈસીએ લોકસભામાં ફાડી નાગરિકતા બિલની કૉપી, મચ્યો જોરદાર હોબાળો

નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમમાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ સદનની મર્યાદા ભૂલતા બિલની કૉપી જ ફાડી નાંખી. આના પર ભારે હોબાળા બાદ સ્પીકરની ચેર પર હાજર રમા દેવીએ તેમની આ હરકતને કાર્યવાહીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો. ઓવૈસીએ બિલનો તીખો વિરોધ કરતા કહ્યું કે, “અમે ઝીણાની વાતને ફગાવીઅને મૌલાના આઝાદની વાતની સાથે ચાલ્યા, તેમણે કહ્યું […]

Continue Reading

રાજ્યમાં ‘કડક દારૂબંધી’, છેલ્લા બે વર્ષમાં રૂ. 252 કરોડનો દારૂ ઝડપાયો, સૌથી વધુ જથ્થા સાથે સુરત પ્રથમ નંબરે

રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલાબાંગો વચ્ચે આજે વિધાનસભામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રી(મુખ્યમંત્રી)એ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રૂ.252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર […]

Continue Reading

300 ટેબ્લેટ-2690 ઈન્જેક્શન સાથે વડોદરામાંથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું, અમદાવાદ બીજા નંબરે

આજે મળેલા વિધાનસભા સત્ર દરમિયાન દારૂ મામલે ચોંકાવનારા ખુલાસા થવાની સાથે સાથે રાજ્યમાં ચાલતી નશીલા પદાર્થોની હેરાફેરી અંગે પણ આંચકાજનક ખુલાસો થયો હતો. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને વડોદરામાં મોટા નશીલો પદાર્થ ઝડપાયો છે. આ મામલે વડોદરા સૌથી વધુ ડ્રગ્સ સાથે પહેલા નંબર પર છે. વડોદરામાં 300 નંગ ડ્રગ્સ ટેબ્લેટ અને 2690 ડ્રગ્સના ઈન્જેક્શન ઝડપાયા […]

Continue Reading

બહાર કોંગ્રેસ કાર્યકરો પર પાણીનો મારો અને વિધાનસભામાં ધારાસભ્યો પાણીમાં બેઠા

બિનસચિવાલય ક્લાર્ક ભરતી મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસના કાર્યકરો આક્રમક મૂડમાં દેખાતા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નને વિધાન સભામાં ઉગ્રતાથી ઊંચો કરવાના બદલે ધારાસભ્યો શાંત થઈ ગયા હોવાનું નજરે ચઢતું હતું. અમિત ચાવડાના તો ઝપાઝપીમાં કપડાં પણ ફાટ્યા હતા. તેમછતાં કોંગ્રેસના ધારાસભ્યો પાણીમાં બેસી ગયા હોય તેવા ઘાટ સર્જાયો હતો. વિધાનસભામાં શાંત દેખાયા કોંગી ધારાસભ્યો સોમવારથી સારું થયેલા […]

Continue Reading

વડોદરા ગેંગ રેપ: આરોપી છ કિ.મી. દૂર ‘ગેંગ રેપ’ આચર્યા પછી કંઈ બન્યું ન હોય તેમ રહેતા હતા

વડોદરાના નવલખી મેદાનમાં 15 દિવસ પહેલાં તરુણી ઉપર ‘ગેંગ રેપ’ના બે આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૪૮ કલાકમાં જ વડોદરાથી ઝડપી લીધા છે. તરસાલી વિસ્તારમાંથી કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે યુવકને ઝડપી લઈ પ્રાથમિક પૂછપરછ બાદ વડોદરા પોલીસને સોંપી દેવાયા છે. ગત તા. ૨૮ નવેમ્બરે રાતે સાડા આઠ વાગ્યાના અરસામાં તરુણી તેના મિત્ર સાથે […]

Continue Reading