બ્રિટિશ એરવેઝના 4000 પાયલટ હડતાળ પર, 1500થી વધુ ઉડાણ રદ્દ

બ્રિટિશ એરવેઝના 4000 પાયલટ સોમવારથી હડતાળ પર ચાલ્યા ગયા છે. જેની અસર ભારતથી બ્રિટેન જતી ફ્લાઈટ પર પણ પડી છે. સોમવારે ભારતથી બ્રિટેન જતી કેટલીય ઉડાણો રદ્દ કરી દેવામાં આવી છે. બ્રિટિશ એરવેજે યાત્રીઓને એરપોર્ટ પર ન આવવા અપીલ કરી છે. એરવેઝનું કહેવું છે કે 100 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટી હડતાળ છે. આ કારણે 1500થી […]

Continue Reading

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી થશે શરૂ, ભારત-પાકિસ્તાન પર વિશ્વની નજર

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે. આ દરમિયાન નવી દિલ્હી માટે સૌથી મહત્વની વાત તે હશે કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે અહીંયા કોઇ ચાલ ન ચાલે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી 9થી 12 સપ્ટેમ્બર સુધી આ સત્રમાં ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનનું નેતૃત્વ કરશે. આ સત્ર જીનેવામાં 9થી 27 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. […]

Continue Reading

વૈશ્વિક બજારો પાછળ સોના- ચાંદીમાં રેકોર્ડ અફડાતફડી

મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે વ્યાપક અફડાતફડી ભાવમાં જોવા મળી હતી. સોના- ચાંદીના ભાવ શુક્રવારે બપોર પછી ઉંચા મથાળેથી ઝડપી તૂટી ગયા પછી શુક્રવારે મોડી સાંજે ભાવ ફરી ઉછળ્યા હતા પરંતુ આ ઉછાળો ઉભરા જેવો નિવડતાં ભાવ સપ્તાહના અંતે ફરી નીચા આવ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વબજારના […]

Continue Reading

છટણી / Zomatoએ 541 કર્મચારીઓને નિકાળ્યા

કંપનીએ કહ્યું ટેકનીકના ઉપયોગથી ગ્રાહકોની સમસ્યાઓનું સમાધાન સીધુ ઑટોમેશનથી થઇ રહ્યું છે. Zomatoએ નોકરીમાંથી નિકાળવામાં આવેલા કર્મચારીઓને 2 મહિનાનું વધારેનું વેતન આપ્યું. ઑનલાઇન ફૂડ ડિલીવરી કરનાર કંપની Zomatoને લઇને એક મીડિયા રિપોર્ટથી શનિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ પોતાના ગ્રાહક સેવા ટીમના 540 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી દીધો છે. આ સંખ્યા કંપનીના કુલ કર્મચારીના […]

Continue Reading

હંમેશા મોંઘા વકીલ રહ્યા જેઠમલાણી, એક કેસની લેતા આટલી ફી

સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. વકાલતની લગભગ 70 વર્ષની પોતાની કારકિર્દીમાં તેમણે કેટલાય મોટા કેસ લડ્યા. ઈન્દિરા ગાંધીના હત્યારાથી લઈને અફઝલ ગુરૂના કેસમાં પણ જેઠમલાણીએ જ પેરવી કરી હતી. જાણો કેમ તેમને દેશના મોંઘા વકીલ કહેવામાં આવતા હતા આપને જાણીને કદાચ નવાઈ લાગશે […]

Continue Reading

બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો કેર મૃત્યુઆંક વધીને 43 : હજારો બેઘર

બહામાસમાં ડોરિયન વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને 43 થઇ ગયો છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને કેટલાક વિસ્તારોને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ અનેક લોકો લાપતા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. યુનાઇટેડ નેશન્સે […]

Continue Reading

ચંદ્રયાન-2 મિશન 99.5% સફળ, 14 દિવસ સુધી પ્રજ્ઞાન સાથે સંપર્કની કોશિશ કરીશુંઃ ઈસરો ચેરમેન

ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારવામાં નિષ્ફળ રહેવાની ચર્ચાઓની વચ્ચે ઈસરોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મિશન 99.5 ટકા સુધી સફળ રહ્યું છે. ઈસરોના પ્રમુખ ડો. કે. સિવને શનિવારે જણાવ્યું હતું કે લેન્ડર અને રોવરનું ચંદ્ર પર 14 દિવસનું મિશન હતું. આ દરમિયાન અમે તેનો સંપર્ક કરવાની કોશિશ ચાલુ રાખીશું. જો સંપર્ક થયો તો અમે અહીંથી પેલોડને […]

Continue Reading

અમેરિકાએ કહ્યું કે, ચંદ્રયાન-2 ભારત માટે સૌથી મોટું પગલું, આ મિશન દેશને ઘણું આગળ લઈ જશે

અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એશિયાની કાર્યવાહક સહાયક મંત્રી એલિસ જી વેલ્સે શનિવારે ઈસરોને ચંદ્રયાન -2 મિશન માટે શુભેચ્છા આપતા કહ્યું કે, ભારતનો આ પ્રકારનું મિશન એ એક મોટી સિદ્ધી છે. અમેરિકી રાજદૂતે ટ્વીટ કરીને કહ્યું કે, અમે ચંદ્રયાન-2ના ઐતિહાસિક પ્રયાસ માટે શુભેચ્છાઓ આપીએ છીએ. આ મિશન ભારતને ઘણું આગળ સુધી લઈ જશે અને વૈજ્ઞાનિકોનો આંકડાઓ […]

Continue Reading

વરિષ્ઠ વકીલ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન, ઈંદિરા-રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ લડ્યો હતો

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે નિધન થયું છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બિમાર હતા. રામ જેઠમલાણીએ ઘણા જાણીતા કેસો લડ્યા હતા. તેમાં ઈંદિરા ગાંધી કેસના હત્યારાઓનો કેસ, ડોની હાજી મસ્તાન અને હર્ષદ મહેતાનો સમાવેશ થાય છે. રામ જેઠમલાણી એક જાણીતા વકીલની સાથે રાજકારણી પણ હતા. તે RJDમાંથી રાજયસભાના સાંસદ હતા. પૂર્વ વડાપ્રધાન ઈંદિરા […]

Continue Reading

હવે પાકિસ્તાનમાં પણ ત્રિપલ તલાકને દંડનીય અપરાધ બનાવવાની ઉઠી માંગ

પાકિસ્તાનના એક ઈસ્લામી સલાહકાર સમિતિએ સરકારને જણાવ્યું કે ત્રણ તલાક અથવા તરત તલાકની પ્રથાને પાકિસ્તાનમાં દંડનીય અપરાધ માનવામાં આવે અને તેના માટે સખત કાયદાઓ બનાવવાની જરૂરીયાત છે. ભારતમાં ત્રણ તલાકની પ્રથાને અપરાધ બનાવવા માટે કેટલાંક અઠવાડીયા પછી હવે પાકિસ્તાનમાં પણ તેના વિરોધમાં અવાજ ઉઠવા લાગ્યો. ભારતમાં નવા કાનૂન અંતર્ગત તલાક એ બિદ્દત ગેરકાનૂની અને તરત […]

Continue Reading