મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે મા અંબાના દર્શન કર્યા

ગુજરાત લોકસભાની 26 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણીની 4 બેઠકો પર મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી રૂપાણી પત્ની અંજલી સાથે યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા. અને આજ વહેલી સવારે તેમને મા અંબાના દર્શન કર્યા હતા. રૂપાણીએ અંબાજી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે રૂપાણી તેમની પત્ની સાથે અનેકવાર માં અંબાના શરણે આવતા […]

Continue Reading

હાર્દિક પટેલનો પીએમ મોદી પર હુમલો – ભાજપવાળા બંધારણ ખતમ કરવા માંગે છે

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ફતેહપુરના અમોલીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરીને વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યુ. હાર્દિકે પીએમ મોદી અને ભાજપ પર મોટો હુમલો કરીને બંધારણ માટે જોખમ ગણાવ્યા. હાર્દિકે કહ્યુ કે આ ભાજપવાળા દેશના બંધારણને ખતમ કરીને પોતાની શક્તિઓ લાગુ કરવા માંગે છે. પીએમના પોતાને ચોકીદાર કહેતા નિવેદન પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે […]

Continue Reading

સન્ની દેઓલને ટિકિટ આપી ભાજપે મારી સાથે વિશ્વાસઘાત કર્યો

ભાજપે મંગળવારે સાંજે પંજાબની ગુરુદાસપુર લોકસભા બેઠક પરથી બોલીવુડ અભિનેતા સન્ની દેઓલને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુરુદાસપુરથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયેલાં દિવંગત અભિનેતા વિનોદ ખન્નાની પત્ની અને ભાજપની ટિકિટની રાહ જોતાં કવિતા ખન્નાએ કહ્યું હતું કે ‘અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુર બેઠકથી ટિકિટ મળવાથી ‘છેતરપિંડી’ થઈ હોવાનો અનુભવ કરી રહી છું અને હવે […]

Continue Reading

‘મહામિલાવટી’ ગેંગ માટે રાષ્ટ્ર સુરક્ષા મહત્વની નથી : મોદી

બિહારના દરભંગામાં વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધતા રાજ્યની નીતીશ સરકારની પેટભરીને પ્રશંસા કરી હતી. કેન્દ્રે છેવાડાના ગામડાઓમાં વીજળી પહોંચાડી હોવાનું જણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેટલાક લોકોને ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા સામે પણ વાંધો છે. શું આવા લોકોની જમાનત જપ્ત ના […]

Continue Reading

‘ત્રણ હાથ જમીન જોઈતી હોય તો વંદેમાતરમ ગાવું પડશે’: ગિરીરાજ સિંહ

બિહારની બેગૂસરાય બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગિરિરાજ સિંહે ફરી વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં મંચ પરથી મુસ્લિમ સમુદાયને ચેતવણી આપતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે જો કબર માટે ત્રણ હાથ જમીન જોઇતી હોય તો આ દેશમાં વંદેમાતરમ ગાવું પડશે અને ભારતમાતાની જય બોલવું પડશે. ગિરિરાજ સિંહે કહ્યું કે આરજેડીના […]

Continue Reading

મોદીનો આજે રોડ શો, આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે, નીતિશ-ઉદ્ધવ સહિતના નેતાઓ હાજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે વારાણસીમાં રોડ શો કરશે. તેમનો રોડ શો બીએચયુમાં આવેલી માલવીય પ્રતિમાથી બપોર પછી શરૂ થશે અને અંદાજે 7 કિમીનું અંતર કાપીને દશાશ્વમેઘ ઘાટ પર પુરો થશે. તેઓ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ સામેલ થશે. શુક્રવારે તેઓ કાળ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને તેમનું ઉમેદવારી પત્રક ભરશે. સમગ્ર […]

Continue Reading

બોટાદમાં BJP કોર્પોરેટરના પતિ પર કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા જીવલેણ હુમલો

ગઈકાલે સમગ્ર ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઇ ગયું. ગુજરાતમાં સરેરાશ 63.91 ટકાની આસપાસ મતદાન થયું. આ દરમિયાન ક્યાંક ઇવીએમમાંથી સાપ નિકળ્યો તો ક્યાંક ઘર્ષણની પણ ખબરો સામે આવી. આ દરમિયાન આજે બોટાદમાં મતદાન દરમિયાન થયેલી માથાકૂટની અદાવત રાખી ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પર કોંગ્રેસના […]

Continue Reading

મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ: ચૂંટણી પંચે ક્લીન ચિટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન હાઈસ્કૂલમાં મતદાન કર્યા પછી અને પહેલા ખુલ્લી જીપમાં આવીને અને જતી વખતે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની એક ફરિયાદ કોન્ગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તેમ જ તેમને બેથી ત્રણ દિવસ ચૂંટણી પ્રચારથી દૂર કરી દેવાની માગણી કરવામાં આવી હતી. ૨૦૧૪ની લોકસભાની […]

Continue Reading

વારાણસીથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી: સુત્ર

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. સુત્રો પ્રમાણે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની શક્યતા છે. વારાણસી લોકસભા પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 29 એપ્રિલ છે. કોંગ્રેસના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વારાણસીથી ચૂંટણી લડવા માટે પ્રિયંકા ગાંધી તૈયાર છે પરંતુ અંતિમ નિર્ણય […]

Continue Reading

રાહુલ અને સોનિયાને જીતાડવા સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની અમેઠી-રાયબરેલીમાં જનસભા

6મેના રોજ ઉત્તર પ્રદેશની 14 લોકસભા બેઠક પર મતદાન યોજાવવાનું છે. જેમાં અમેઠી અને રાયબરેલી બેઠકનો પણ સમાવેશ થાય છે. અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી જ્યારે રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ અને સોનિયાને જીતાડવા કોંગ્રેસ ખુબ જોર-શોરથી પ્રચાર કરી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પણ રાહુલ-સોનિયાના […]

Continue Reading