મોરબીના આ વ્યક્તિએ જીવતા સમાધી લેવાનો કર્યો દાવો, જાણો સમગ્ર ઘટના

ગુજરાત

મોરબીમાં આવેલ પીપળીયા ગામમાં એક વ્યક્તિએ જીવતાજીવ સમાધિ લેવાનો દાવો કર્યો છે, તેમણે જણાવ્યું હતું કે તેમના સપનામાં નવઘણ દાદા આવ્યા હતા અને તેઓએ તેમને જીવતા સમાધી લેવાનું કહ્યું છે. આગામી 28 નવેમ્બરે પીપળીયાના મુછડીયા કાંતિલાલ જીવતા સમાધિ લેવાની વાત કરતા ભારે ચર્ચામાં રહ્યા છે.

મોરબી જીલ્લાનું પીપળીયા ગામમાં રહેતા મુછડીયા કાંતિલાલે જણાવ્યા છે કે, તેઓ આગામી 28 નવેમ્બરે પોતે જીવતા સમાધી લેવાના છે. આ વાત વાયુવેગ વાયરલ થતાં ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. તેઓએ જણાવ્યું છે કે તેમનો આ નિર્ણય અડગ છે. પોતાના જીવતા સમાધી લેવાના પાછળ તેઓ પોતે જ જવાબદાર છે. અને કોઈના કહેવાથી કે, ઉશ્કેરાટથી આ નિર્ણય નથી લીધો.

વધુમાં તેમણે એક પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે, જામદુધઈ (આમરણ) ગામે 450 વર્ષ પૂર્વે નવઘણદાદા થઇ ગયા, જે હડકવા મટાડતા હોવાની માન્યતા છે.નવઘણ દાદાએ તેમના સપનામાં આવીને કહ્યું હતું કે, મારા ધર્મના રસ્તે ચાલીશ તો જ તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ એવું કહ્યું હતું. પોતે જીવતા સમાધિ લેવાનું જાતે નક્કી કર્યું છે, જેના માટે પરિવારના કોઈ સભ્યોનો ત્રાસ કે દબાણ નથી તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.