આજથી શિયાળુ સત્રનો પ્રારંભ, સંસદમાં પાછલી વખત કરતાં વિપક્ષ થયુ વધુ તાકાતવાર

મુખ્ય સમાચાર રાજકીય

આજથી સંસદનું શિયાળુસત્ર શરૂ થવાનું છે. જ્યાં એક બાજુ સત્તાધારી પક્ષ ભાજપ પાછલા સત્રની જેમ આ વખતે પણ પોતાનું વર્ચસ્વ બનાવી રાખવાની કોશિષ કરશે, ત્યાં વિપક્ષી દળોની કોશિષ છે કે સરકારને પ્રજા સાથે જોડાયેલા મુદ્દા પર ઘેરવામાં આવે. પાછલા સત્રમાં સરકારે રાજ્યસભામાં પોતાની બહુમતી ના હોવા છતાં પણ ટ્રિપલ તલાક અને એનઆઇએની તાકત વધારનાર બિલને પાસ કરાવી લીધુ હતું.

આ દરમ્યાન વિપક્ષી દળ કેટલાંય એવા મુદ્દા ઉઠાવી શકે છે કે તેનાથી શિયાળુસત્ર શરૂઆતથી જ ‘ગરમ’ થઇ શકે છે. સૌથી મોટા વિપક્ષી દળ કોંગ્રેસની સૌથી મોટી કિશોષ રાજ્યસભામાં વિપક્ષની એકતા બનાવી રાખવાની છે.

જો કે પાછલા બજેટ સત્ર અને આ શિયાળુસત્રમાં કેટલાંય રાજકીય ઘટનાક્રમ એવા રહ્યા જેના પર ગૃહમાં હોબાળો થવાનું લગભગ નક્કી છે. ગઇ વખતે વિપક્ષ લોકસભામાં કારમી હારના લીધે થોડુંક દબાયેલુ મહેસૂસ કરી રહ્યુ હતું તો કેટલાંક રાજ્યોમાં ચૂંટણી પરિણામોએ તેમાં ફરીથી હવા ફૂંકી છે.

તાજેતરની ચૂંટણીમાં જ્યાં કોંગ્રેસે હરિયાણામાં ભાજપને જોરદાર ટક્કર આપી છે ત્યાં મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી હોવા છતાંય ભાજપ સરકાર બનાવાની સ્થિતિમાં દેખાય રહી નથી.

મંદી અને કલમ 370 પર ચર્ચા

આ સત્રમાં વિપક્ષી દળ દેશમાં આર્થિક મોર્ચા પર છવાયેલી સુસ્તીને મુદ્દો બનાવી શકે છે. સાથો સાથ કલમ 370 પર પણ વિપક્ષની તરફથી સરકારને ઘેરવાની તૈયારી હશે. ટ્રેડિંગ સેશન પહેલાં સર્વદલીય બેઠકમાં પીએમ મોદીએ દરેક મુદ્દા પર ચર્ચાની વાત કહી છે. આ દરમ્યાન કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓને કસ્ટડીમાં રાખવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. વિપક્ષી દળોનું કહેવું છે કે આર્થિક સુસ્તી અને બેરોજગારીના મુદ્દાને પણ ગૃહમાં ઉઠાવાશે.

પહેલી વખત ભાજપની વિરૂદ્ધ વિપક્ષી ખેમામાં હશે શિવસેના

લાંબા સમયથી ભાજપના સહયોગી રહેલા શિવસેના એ પણ હવે અલગ થયા બાદ બંને ગૃહમાં વિપક્ષી ખેમામાં બેસશે. શિવસેનાની લોકસભામાં 18 અને રાજ્યમાં 2 સીટો છે. મોદી સરકારના પાછલા કાર્યકાળમાં ઉપલા ગૃહમાં વિપક્ષની બહુમતીના લીધે બિલને પસાર કરવામાં મુશ્કેલી પડી નહોતી. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ સ્થળ પર રામ મંદિરના પક્ષમાં ચુકાદો સંભળાવી ભાજપનું મનોબળ વધાર્યું છે.

નાગરિકતા સંશોધન બિલ પર દેખાશે ગરમાવો

આપને જણાવી દઇએ કે સરકારે નાગરિકતા (સંશોધન બિલ)ને આ સત્રમાં રજૂ કરવા માટે સૂચીબદ્ધ કરાયા છે. તેના અંતર્ગત પાડોશી દેશોમાંથી આવેલ બિનમુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપે છે. મોદી સરકારે પોતાના પહેલાં કાર્યકાળમાં આ બિલને રજૂ કરાયા હતા. પરંતુ વિપક્ષી દળોના વિરોધના લીધે તેને રજૂ કરી શકાયું નહોતું. વિપક્ષે આ બિલની આલોચના કરતાં તેને ધાર્મિક આધાર પર ભેદભાવ ગણાવ્યો હતો. બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડિત કરવાના લીધે સંબંધિત દેશમાંથી પલાયન કરનાર હિન્દુ, જૈન, ઇસાઇ, સીખ, બૌદ્ધ અને પારસી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવાની જોગવાઇ છે.

આ મુદ્દા પર રહેશે નજર

કેન્દ્ર સરકાર આ સત્રમાં અંદાજે 35 બિલને રજૂ કરવા માંગે છે. આ બિલમાં વિવાદાસ્પદ નાગરિકતા (સંશોધન) બિલ, 2019 પણ સામેલ છે. હાલના સમયમાં સંસદમાં 43 બિલ પેન્ડિંગ છે. સંસદનું આ સત્ર 13મી ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. તેમાં 20 બેઠકો થશે. આ સત્રમાં કેટલાંય મુદ્દા પર હોબાળો થવાની શકયતા છે. આર્થિક સુસ્તી, ખેડૂતોની સમસ્યા. જેએનયુમાં વિરોધ પ્રદર્શન, ઉન્નાવ અને લોકસભા સાંસદ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીનો મામલો છે જેના પર વિપક્ષ સરકારને ઘેરી શકે છે. કોંગ્રેસની માંગ છે કે પી.ચિદમ્બરમને સત્રમાં ભાગ લેવાની મંજૂરી મળવી જોઇએ. હાલના સત્રમાં તેના પર પણ હોબાળો થવાની શકયતા છે.