સિયાચિનમાં હિમસ્ખલન, 18 હજાર ફૂટની ઊંચાઇ પર બરફ નીચે આઠ જવાન દટાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

લદ્દાખના સિયાચિનમાં હિમસ્ખલનની એક દુર્ઘટના ઘટી છે. જેમાં સેનાના આઠ જવાનો બરફ નીચે દટાયા છે. ભારતીય સેનાએ જવાનાને બચાવવા માટે પૂરજોરમાં બચાવ કાર્યો શરુ કરી દીધા હતા. રાહત-બચાવની કામગીરી સતત ચાલી રહી છે. 
 
સેના સૂત્રો મુજબ સોમવાર બપોરે 3.30 કલાકે સિયાચિનમાં બરફનું તોફાન આવ્યું હતું, જે દરમિયાન સેનાના આઠ જવાનોની પેટ્ર્રોલિંગ પાર્ટી નિપરીક્ષણ માટે નીકળી હતી. આ દરમિયાન તેઓ હિમસ્ખલનની દુર્ઘટનાનો શિકાર બન્યા હતા.

હિમસ્ખલન ઉત્તર ગ્લેશિયરમાં થયુ હતું જેની ઊંચાઇ આશરે 18,000 ફૂટથી વધારે છે.   

સેના સૂત્રો મુજબ પેટ્રોલિંગ પાર્ટીમાં આઠ જવાનો સામેલ હતા જેમની શોધ માટે યુદ્ધ ધોરણે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.