GST Return ફાઇલ નહીં કરનારાઓના GST Registration રદ થશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રિટર્ન નહીં ભરનારા ધંધાદારીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકાર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓઇ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ (CBIC) વિભાગે બધા જ ઝોનલ કમિશનર્સને નિર્દેશ આપ્યા છે કે આગામી એક અઠવાડિયાની અંદર એ તમામ ધંધાદારીઓને નોટિસ મોકલીને કાર્યવાહી કરો જેમણે છ કે તેથી વધુ વખતથી જીએસટી રિટર્ન ભર્યા નથી.

નિર્દેશમાં સ્પષ્ટરીતે જણાવવામાં આવ્યું હતું કે, CGSTના સેક્શન 29 હેઠળ રિટર્ન ફાઇલ નહીં કરનાર ધંધાદારીનું GST Registration રદ કરવામાં આવે.

આ પહેલા સરકારે એવા પણ નિર્દેશ આપ્યા હતા કે જે લોકોએ બે કે તેથી વધુ વાર જીએસટી રિટર્ન નથી ભર્યુ, તેમનુ ઇ-વે બિલ જનરેટ કરવાનું બંધ કરી દેવામાં આવે. કાર્યવાહીમાં દરમિયાન પહેલા ઇ-વે બિલ જનરેટ થતુ બંધ થશે અને પછી GST Registration રદ થશે.

ઇનડાયરેક્ટ ટેક્સ વિભાગે જણાવ્યું કે આ કાર્યવાહી 25 નવેમ્બર સુધી પૂરી કરી દેવામાં આવશે. જેનો સીધો અર્થ થાય છે કે 25 નવેમ્બર સુધી મોટા પ્રમાણમાં ટેક્સ નોટિસ જશે અને મોટા પ્રમાણમાં GST Registration રદ થવાની સંભાવનાઓ છે.

વર્તમાન સમયમાં દેશમાં આશરે સવા કરોડ જેટલા GST Registration થયા છે જે પૈકી 20 ટકા એવો છે જે નોન-ફાઇલર છે, જેમણે રિટર્ન નથી ભર્યા.