દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આઠ ફેબ્રુઆરીએ યોજાનારા મતદાન પહેલા આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થયો છે. હવે કોઈ પણ પાર્ટી પ્રચાર નહી કરી શકે. પ્રચારનો સમય પૂર્ણ થવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી લોકો મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
અરવિંદ કેજરીવાલે લખ્યું કે, પ્રચારનો સમય પૂર્ણ થઈ ગયો. મને આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા અને સમર્થક પર ગર્વ છે. જેમણે એક આદર્શ ચૂંટણી અભિયાન ચાલવી લોકોનું દિલ જીત્યું. સત્યના માર્ગે કાર કરનારાને ભગવાન હંમેશા સાથ આપે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે, 8 ફેબ્રુઆરીએ લોકો કામ પર જ મતદાન કરશે.
નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આઠ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાન દિલ્હીની તમામ 70 સીટો પર એક સાથે યોજાશે. આ સિવાય પરિણામની જાહેરાત 11 ફેબ્રુઆરીએ થશે. 2015માં યોજાયેલી વિધાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 67 સીટો મળી હતી જ્યારે ભાજપને ત્રણ સીટો મળી હતી અને કોંગ્રેસને એકપણ સીટ મળી નહોતી.

