ગુજરાતના કચ્છ, ભચાઉ, અંજારમાં 4.3 તીવ્રતાના ભૂંકપ આંચકા

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતના કેટલાક શહેરોમાં સોમવારે ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર છે. ભૂકંપના આંચકાઓ ખાસ કરીને કચ્છ, ભચાઉ, અંજારમાં અનુભવાયા હતા. સાંજે સાત વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપના આંચકાઓની તીવ્રતા રેક્ટર સ્કેલમાં 4.3 નોંધવામાં આવી હતી. 

જો કે આ ભૂકંપના આંચકાઓથી કોઇ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.  

ભૂકંપનું એપી સેન્ટર ભચાઉ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે તમામ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ દોડઘામ મચી ગઇ હતી.